Site icon Revoi.in

વોટ્સએપનું સૌથી મોટું અપડેટ,જાણો શું બદલાવ થયા તમારી એપ્લિકેશનમાં

Social Share

વોટ્સએપમાં હંમેશા કોઈને કોઈ બદલાવ તો આવતા જ રહેતા હોય છે. જે પણ બદલાવ આવે છે તે લોકોને ખુબ પસંદ આવતા હોય છે ત્યારે હવે વોટ્સએપ દ્વારા નવો બદલાવ કરવામાં આવ્યો છે જે લોકોને વધારે પસંદ આવી શકે તેમ છે. જાણકારી અનુસાર WhatsApp તરફથી મોટુ અપડેટ આપવામાં આવી રહ્યું છે, જેથી તમારી ચેટ ન માત્ર સુરક્ષિત થશે. પરંતુ ચેટ લીકની સમસ્યા પણ ખતમ થઈ જશે.

વોટ્સએપનું આ નવું ફીચર (New feature)એન્ડ્રોઈડની સાથે આઈઓએસ યુઝર્સ માટે પણ ઉપલબ્ધ છે. એકવાર વોટ્સએપ ડિસએપિયરિંગ મેસેજીસ ફીચર (Disappearing messages feature)ચાલુ થઈ જાય પછી, સંદેશ મોકલ્યાના સાત દિવસ પછી મીડિયા ફાઇલો, ઑડિયો ફાઇલો અને અન્ય સામગ્રી આપમેળે ચેટમાંથી ડિસઅપીયર થઈ જશે.

વોટ્સએપમાં પહેલા 7 દિવસમાં મેસેજ ડિલીટ કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો હતો. જો કે, હવે કંપનીએ 24 કલાક અને 90 દિવસ જેવા બે નવા સમયગાળાનો વિકલ્પ ઉમેર્યો છે. આ ઉપરાંત, જો તમે ચેટ હિસ્ટ્રી રાખવા માંગતા હો, તો તમને આ સુવિધાને ઓફ રાખવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે.