Site icon Revoi.in

સરકારી હોસ્પિટલોમાં પુરતો સ્ટાફ નથી ત્યારે સરકારે તબીબો સાથે ચર્ચા કર્યા વિના OPDનો સમય વધાર્યો

Social Share

અમદાવાદઃ રાજ્યમાં આરોગ્ય વિભાગ દ્વારા સરકારી હોસ્પિટલોમાં ઓપીડીનો સમય વધારીને સોમવારથી શનિવાર સુધી સાંજે આઠ વાગ્યા સુધીનો કરવામાં આવ્યો છે. તેની સામે સરકારી તબીબોએ જ વિરોધ કર્યો છે. હોસ્પિટલોમાં તબીબો સહિત પુરતો સ્ટાફ નથી સરકારી હોસ્પિટલોમાં તબિબોની ભરતી કરવામાં આવતી નથી. પરંતુ ઓપીડીનો સમય વધારીને સિનિયર અને જુનિયર તબીબોનું શોષણ કરવામાં આવી રહ્યું હોવાનો આક્ષેપ ઇન્ટર્ન તબીબોએ કર્યો છે.

રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા સરકારી સિવિલ હોસ્પિટલો, સામુહિક આરોગ્ય કેન્દ્રો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની ઓપીડીના સમયમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. જ્યારે બીજી તરફ ઓપીડીમાં દર્દીઓનો વધારો થઇ રહ્યો હોવા છતાં તબીબોની ભરતી કરવામાં આવતી નથી. જેને પરિણામે ઓપીડી ચલાવવાનો લોડ સિનિયર અને જુનિયર તબીબો ઉપર પડી રહ્યો છે. જોકે લોકોને આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે સરકારી હોસ્પિટલ, સામુહિક અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં સાંજની ઓપીડીનો સમય વધારવાનો નિર્ણય યોગ્ય છે. પરંતુ તેની સાથે સાથે તબીબોની ભરતી પણ કરવામાં આવે તો દર્દીઓને યોગ્ય ન્યાય મળી રહેશે તેમ સિનિયર અને જુનિયર તબીબોએ જણાવ્યું છે. ભરતી કર્યા વિના જ સરકારી હોસ્પિટલો, આરોગ્ય કેન્દ્રોની ઓપીડીનો સમય વધારવાથી તેનાથી શારિરીક અને માનસિક શોષણ થશે તેવો આક્ષેપ કરાયો છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, રાજ્યની તમામ સિવિલ હોસ્પિટલ અને ઓરોગ્ય કેન્દ્રો ખાતે સવારની ઓપીડી સવારે 9થી બપોરે 1 કલાક તેમજ સાંજે  ઓપીડી જે અગાઉ બપોરે 3થી સાંજના 5 કલાક સુધીની હતી. તેમાં વધારો કરીને સાંજે 4થી રાત્રીના 8 કલાક નક્કી કરી છે. જ્યારે રવિવારે સવારે 9થી બપોરે 1 કલાકની ઓપીડીનો સમય નક્કી કરાયો છે. સરકારી હોસ્પિટલો, સામુહિક અને પ્રાથમિક હોસ્પિટલોમાં પુરતા પ્રમાણમાં તબીબોની જગ્યાઓ જ ભરાઇ નથી. જેને પરિણામે સિનિયર અને જુનિયર તબિબોને દર્દીઓ તપાસની કામગીરી કરવાની ફરજ પડી છે. તેજ રીતે જે હોસ્પિટલોમાં તબિબો હોવા છતાં એક યા બીજા બહાને જતા રહીને સિનિયર અને જુનિયર તબિબોને દર્દીઓ તપાસવાની કામગીરી સોંપીને જતા રહેતા હોવાનો આક્ષેપો ઇન્ટર્ન તબીબોમાં ઉઠવા પામ્યા છે.