Site icon Revoi.in

હું કચ્છના વિકાસની વાત કરું છું ત્યારે જુની યાદો તાજી થઈ જાય છે: પીએમ મોદી

Social Share

ભૂજ: કચ્છની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વના સૌથા મોટા હાઈબ્રિડ રિન્યુએબલ એનિર્જિ પાર્ક, અને માંડવી ખાતે ડીસેલિનેશન પ્લાન્ટનું શિલાન્યાસ કર્યું હતું. આ પ્રસંગ્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, હું કચ્છના વિકાસની વાત કરું છું ત્યારે જુની યાદો તાજી થઈ જાય છે. એક સમયે કહેવાતું હતું કે, કચ્છ એટલું દૂર છે વિકાસ નથી, વિજળી પાણી સહિતની સુવિધા નથી. આમ કચ્છ પડકારનું નામ હતું. સરકારમાં એવું કહેવાતું હતું કે, સજા આપવી હોય તો અધિકારીઓને કચ્છ મોકલવામાં આવતા હતા. આજે કચ્છમાં મોકલવા માટે અધિકારીઓ ભલામણ કરે છે.

કચ્છમાં ભૂકંપ આવ્યો હતો. જેમાં જે બચેલું હતું તે પણ નાશ પામ્યું હતું. પરંતુ માતા આશાદેવીના આર્શીવાદ અને કચ્છના લોકોની મહેનતથી ગણતરીના વર્ષોમાં અહીંના લોકોએ નિરાશાને આશામાં બદલી હતી. ભૂકંપમાં કચ્છવાસીઓના ઘર પાડ્યાં હોય પરંતુ કચ્છવાસીઓના મનોબળને પાડી શક્યું ન હતું. કચ્છના લોકો ફરી ઉઠ્યાં અને કચ્છ દેશ-દુનિયામાં જાણીતું છે.

આજે કચ્છ દેશમાં ઝડપથી વિકાસ પામતું બન્યું છે. અહીં સહરદી વિસ્તારમાં અવાર-નવાર હિજરત થતી હતી. જેથી સુરક્ષા માટે મુશ્કેલી થતી હતી. હવે હિજરત અટકી છે જેથી ખાલી થયેલા ગામમાં લોકો રહેવા પરત આવ્યાં છે. જેનો સકારાત્મક પ્રભાર રાષ્ટ્રીય સુરક્ષા ઉપર પડ્યો છે. કચ્છ આજે પયટકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. કચ્છનું રણોત્સવ સમગ્ર દુનિયાને આકર્ષે છે. રણોત્સવમાં સરેરાશ ચારથી પાંચ લાખ પ્રવાસીઓ આવે છે. દુનિયાના ડેલવોપર્સ એકસપર્ટ અને રિસર્ચ કરનારોને કહીશ કે ભૂકંપ બાદ જે રીતે કચ્છનો વિકાસ થયો છે. તેની સ્ટડી કરવી જોઈએ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, ભૂકંપના બીજા વર્ષે જ રાજ્યમાં ચૂંટણી થઈ હતી. જ્યારે પરિણામ આવ્યું ત્યારે 15મી ડિસેમ્બર હતી અને આજે પણ 15મી ડિસેમ્બર છે. પરિણામમાં કચ્છની પ્રજાએ આપેલા આર્શીવાદની પરંપરા આજે પણ ચાલી રહી છે. આપણા પૂર્વજ પણ લાંબુ વિચારતા હતા. આજથી 118 વર્ષ પહેલા 15મી ડિસેમ્બરના રોજ જ અમદાવાદમાં એક ઈન્ડસ્ટ્રીયલ એક્સીબિશનનું ઉદઘાટન કર્યું હતું. તેનું આકર્ષણ ભાનુંતાપ યત્ર હતું. સૂર્યની ગરમીથી ચાલતુ યંત્ર એટલે ભાનુતાપ યંત્ર, આજે 118 વર્ષ બાદ સૂર્યની ગરમીથી ચાલતા રિન્યુબલ પાર્કનું ઉદઘાટન કરવામાં આવ્યું છે. અહીં સોલરની સાથે પવન ઉજાથી વિજળી ઉત્પન કરાશે. લગભગ દોઢ લાખ કરોડનું રોકાણ થશે. પવન ચક્કી ચાલવાથી સરહદ પણ સુરક્ષીત થશે. આ પ્રોજેક્ટથી ખેડૂતો અને ઉદ્યોગોને પણ ફાયદો થશે અને પ્રદુષણ પણ ઓછું થશે. આ રિન્યુબલ પાર્કમાં વિજળી બનશે જે પાંચ કરોડ ટન કાર્બનડાયોકસાઈડને રોકવામાં મદદ કરશે. આ કામ લગભગ 9 કરોડ વૃક્ષ લગાવવા સમાન છે. આ એનર્જી પાક કાર્બનડાયોકસાઈડ ઓછું કરશે. તેમજ મોટી સંખ્યામાં લોકોને રોજગારી મળશે.

આજે ગુજરાતમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં 24 કલાક વીજળી અપાય છે. યુવાનોને પહેલાની પરિસ્થિતિ અંગે જાણકારી નહીં હોય. પરંતુ આ બદલાવ જનતાને કારણે જ થયો છે. ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે જેને સૌર ઉર્જાને ધ્યાનમાં રાખી નીતિ બનાવીને નિર્ણય લીધા હતા. જેની ચર્ચા દેશ-વિદેશમાં થઈ હતી. ગુજરાતે સોલર પાવરને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કર્યો હતો. આજે આ વીજળી ગુજરાત જ નહીં સંમગ્ર દેશમાં બે-ત્રણ રૂપિયામાં પર યુનિટમાં વેચાય છે. ભારતની છ વર્ષમાં સૌર ઉર્જાની ક્ષમતા 16 ગણી વધી છે. ક્લાઈમેટ ચેન્જની લડાઈમાં ભારત સમગ્ર દુનિયાને દિશા બતાવી રહ્યું છે.

21મી સદીના ભારત માટે એનર્જી સિક્યુરિટી જરૂરી છે એમ વોટર સિક્યુરિટી જરૂરી છે. પાણીની કમીને કારણે લોકોનો વિકાસ અટકવો જોઈએ નહી. પાણીને લઈને ગુજરાતે કરેલું કામ દેશ માટે દિશા દર્શક બન્યું છે. આજે કચ્છમાં નર્મદાનું પાણી પહોંચ્યું છે. કચ્છના ખેડૂતો અને સરહદ ઉભેલા જવાનો માટે પાણીની ચિંતા દૂર થઈ છે. અહીંના લોકોને જળ સંગ્રહને આંદોલન બનાવ્યું હતું. પાણી સમિત બની, ચેકડેમ બન્યાં અને નહેરો પણ બન્યાં હતા. જે દિવસે નર્મદાનું પાણી કચ્છ પહોંચ્યું ત્યારે દુનિયાના કોઈ પણ ખુણામાં વસવાટ કરતા કચ્છીઓના મોઢા ઉપર ખુશી ફેલાઈ હતી. ગુજરાતમાં પાણી માટે નહેરો બનાવી તેનો લાભ કરોડો લોકોને મળી રહ્યો છે.

દેશમાં દરેક ઘરમાં પાઈપલાઈન મારફતે પાણી પહોંચવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. સવા વર્ષમાં 3 કરોડથી વધારે પાણીની પાઈપ પહોચાઈ છે. ગુજરાતમાં 80 ટકા ઘરે નળ મારફતે પાણી પહોંચાડવામાં આવે છે. પાણીને લોકોના ઘર સુધી પહોંચવાની સાથે પાણીના નવા સ્ત્રોત જરૂરી છે. દરિયાના ખારા પાણીના ઉપયોગ માટે પ્રયાસ થઈ રહ્યાં છે.

દિલ્હી અને આસપાસ ખેડૂતોને ભ્રમિત કરવામાં આવી રહ્યાં છે. નવા કૃષિ બિલથી ખેડૂતોની જમીન ઉપર બીજા કોઈ કબજો કરી લેશે તેવો ડર બતાવાય છે. આપણા દેશમાં ડેરી ઉદ્યોગનું યોગદાન 25 ટકા જેટલું છે. આઠ લાખ કરોડ રૂપિયા છે. દૂઘ ઉત્પાદનનું મુલ્ય સૌથી વધારે હોય છે. આ વ્યવસાયમાં પશુપાલકોને આઝાદી મળી છે. આવી જ આઝાદી અનાજ અને દાળ ઉત્પન કરતા ખેડૂતોને કેમ નથી મળથી. અનાજને ક્યાં પણ વેચવાનો વિકલ્પની પહેલાથી માંગણી કરતા હતા. વિપક્ષ આ કૃષિ બિલના સમર્થનમાં હતા પણ આજે દેશે જે નિર્ણય લીધો છે ત્યારે તેઓ જ ખેડૂતોને ભ્રમિત કરી રહ્યાં છે. ખેડૂતોની તમામ શંકાના સમાધાન માટે સરકાર 24 કલાક તૈયાર છે. ખેડૂતોનું હિત સરકારનો લક્ષ્યાંક છે. ખેડૂતોની આવક વધે, મુશ્કેલી ઓછી થાય તેવા કેન્દ્ર સરકારે કામ કર્યાં છે. અમારી સરકારની ઈમાનદાર નિયત અને પ્રયાસ સફળ થશે. દેશના ખેડૂતોની તાકાત ભ્રમ ફેલાવનારાઓ, રાજનીતિ કરનારાઓને પરાસ્ત કરશે.