Site icon Revoi.in

શિયાળામાં મેકઅપ કરતા વખતે બ્યૂટી બ્લેન્ડરને રાખો ક્લિન નહી તો સ્કિન થશે ખરાબ

Social Share

તહેવારોના દિવસો ચાલી રહ્યા છે ત્યારે અનેક સ્ત્રીઓ પોતાના મેકઅપને લઈને હંમેશા સજાગ રહે છે, અવનવા લૂક આપવા તે અવનવો મેકઅપ કરતી હોય છે જો કે મેકઅપ કરતી વખતે ઘણી બઘી બાબતોનું ધ્યાન રાખવું પડતુ હોય છે નહી તો તમારી ત્વચા ખરાબ થવાની શક્યતાઓ રહેલી હોય છે.

જે લોકો દરરોજ મેક-અપ કરે છે, તેઓ બ્યુટી બ્લેન્ડરના ફાયદાઓ વિશે જાણે છે. બ્યુટી બ્લેન્ડર એક પ્રકારનો મેકઅપ સ્પોન્જ છે. જો તમારે કોઈપણ મેકઅપ ટૂલનો ઉપયોગ કરવો હોય તો તમે બ્યુટી બ્લેન્ડરનો ઉપયોગ કરી શકો છો. તે વાપરવા માટે સૌથી સરળ છે. આ તમને ફાઉન્ડેશનને સરળતાથી ફેલાવવામાં મદદ કરે છે. જેને 3 થી 4 વખત ઉપયોગ કર્યા પછી સાફ કરવું જરૂરી છે.

ખાસ કરીને મેકઅપ કરવા માટે વારવામા આવતા સ્પંજની કાળજી લેવી આપણી પ્રથામિકતા છે,કારણ કે તેના દ્વારા ચહેરા પર આપણે મેકઅપ અપ્લાય કરતા હોઈએ છીએ ,તો ચાલો જોઈએ કંઈ રીતે બ્યૂટી બ્લેન્ડરની આપણે સફાઈ કરવી જોઈએ,

સ્પોન્જને તમે સાબુવાળા પાણીથી ધોઈ શકાય છે. તમેતેને ડીશ વોશિંગ સાબુ, ડીટરજન્ટ, હેન્ડ વોશ, શેમ્પૂ અથવા બોડી વોશનો પણ ઉપયોગ કરીને ઘોઈ શકો છો. સ્પોન્જ સ્વચ્છ છે તેની ખાતરી કરવા માટે, તેને તમારા હાથ વડે બરાબર ઘસો અને પછી વહેતા પાણીની નીચે તેને નિચોવી લો, જ્યાં સુધી સાબુનું બધું પાણી ધોવાઈ ન જાય ત્યા સુધી આમ કરતા રહો.

જો તમે મેકઅપ કરો છો, તો તમારી પાસે બ્રશ ક્લિનિંગ મેટ હશે. તે ફક્ત તમારા મેકઅપ બ્લેન્ડરને જ નહીં પણ મેકઅપ બ્રશને પણ સાફ કરશે. આ માટે, સાબુના પાણીના કે લિક્વિડના થોડા ટીપાં મેટ પર મૂકો અને તેના પર ભીના સ્પોન્જને ઘસો. તેને હળવા હાથે સ્ક્રબ કરો અને પછી પાણીથી ધોઈ લો.

આ સાથે જ તમે નાળિયેર તેલ જેવા ઠંડા તેલની મદદ લઈ શકો છો. સૂકા સ્પોન્જ પર થોડું તેલ લગાવો અને તેને થોડું ઘસો. સ્પોન્જને તેલમાં સારી રીતે પલાળવા દો. તે પછી, તમે બ્યુટી બ્લેન્ડરમાં તેલ છૂટકારો મેળવવા માટે સાબુવાળા નવશેકા ગરમ પાણીથી ધોઈ શકો છો.