Site icon Revoi.in

વિશ્વભરમાં મંકિપોક્સને લઈને WHO એ સૌથી સંકટ સમય માટે આપી ચેતવણીઃ- 70 હજારને પાર પહોંચ્યા કેસ

Social Share

દિલ્હીઃ- દેશભરમાં મંકિપોક્સનો કહેર વર્તાય રહ્યો છએ આવી સ્થિતિમાં હવે કુલ કેસ વિશઅવભરમાં 70 હજારને પાર પહો્ચી ચૂક્યા છે. જેને લઈને હવે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને આવનારા ગંભીર સમયની ચેતવણી પણ આપી છે

વિશ્વભરમાં મંકીપોક્સથી સંબંધિત કેસોની સંખ્યા 70 હજારને વટાવી ગઈ છે જેને લઈને WHOએ ચેતવણી આપી છે કે આવનારા સમયમાં આ વાયરસના કારણે સમગ્ર વિશ્વને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. જેથી આ કેસમાં ઘટાડો થયા બાદ પણ દરેક લોકોએ સાવચેતી વર્તવી જોઈએ.

WHO એ કહ્યું કે જે દેશોમાં ગયા અઠવાડિયે મંકીપોક્સના કેસમાં વધારો થયો છે તેમાં અમેરિકન ખંડના કેટલાક દેશોનો છે. WHOના વડા ટેડ્રોસ એડનોમ ઘેબ્રેયસસે ચેતવણી જારી કરીને કહ્યું કે વૈશ્વિક સ્તરે મંકીપોક્સના કેસમાં ઘટાડો થયો હોવા છતાં આ મહામારીનો સૌથી ખતરનાક સમય આવી શકે છે.

તેમણે કહ્યું કે જ્યારે આ સમયે વિશ્વભરમાં મંકીપોક્સના કેસ ઘટી રહ્યા છે, ત્યારે 21 દેશો એવા છે જ્યાં છેલ્લા એક સપ્તાહમાં કેસમાં વધારો જોવા મળ્યો છે. ખાસ કરીને અમેરિકન ખંડમાં સ્થિત દેશોમાં. જ્યાં વિશ્વભરના કુલ કેસોમાંથી 90 ટકા કેસ મળી આવ્યા છે.મંકીપોક્સના કેસોમાં ઘટાડો થવાનો સમય સૌથી ખતરનાક હોઈ શકે છે, કારણ કે આ સમય દરમિયાન લાગે છે કે સંકટ સમાપ્ત થઈ ગયું છે અને સાવચેતી રાખવાનું બંધ કરી દઈએ છે જેથી ત્યાર બાદ ગંભીરતા સર્જાય શકે છે જેને લઈને સ્વાસ્થ્ય સુધારાપણ કામ કરવામાં આવી રહ્યું છે.