Site icon Revoi.in

ડબલ્યૂએચઓની ટીમને વુહાનમાંથી જ કોરોના વાયરસ ફેલાવવાના મળ્યા સંકેત -ચીને બ્લડ સેમ્પલ આપવાનો કર્યો ઈનકાર

Social Share

દિલ્હીઃ- સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો હતો ત્યારે ચીનના વુહાન શહેરમાં કોરોના વાયરની ઉત્પત્તિની તપાસ કરવા ગયેલી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની ટીમને હજી સુધી આ બાબતે  કોઈ નક્કર પુરાવા મળી શક્યા નથી, પરંતુ  એક રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે તપાસકર્તા ટીમને એવા પુરાવા મળી આવ્યા  છે કે  ડિસેમ્બર 2019 માં જ કોરોના વાયરસના વ્યાપક પ્રમાણમાં ફેલાવાના સંકેતો મળ્યા હતા, જે વબહાનમાંથી જ ફેલાયો હતો

રિપોર્ટ પ્રમાણે તપાસ ટીમે ચીન પાસેથી તે હજારો લોકોના બ્લડ સેમ્પલ તાત્તાલિક ઘોરણે ઉપલબ્ધ કરાવવા જણાવ્યું છે જેની હાલ સુધી કોઈ તપાસ કરવામાં આવી નહોતી, ડબ્લ્યુએચઓનાં મુખ્ય તપાસકર્તા પીટર બેન એમ્બાર્કે  આપરેલા મીડિયાના ઇન્ટરવ્યૂમાં તેની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું, અમને 2019 માં વાયરસના ફેલાવાના સંકેતો ઘણા મોટા પાયે મળ્યા છે.

આ સાથે જ પહેલી વખત ડિસેમ્બર મહિનામાં વુહાનમાં કોરોના વાયરસના ડઝનેક સ્ટ્રેન કોરોનની પણ પુષ્ટિ કરવામાં આવી છે. જાન્યુઆરીમાં ચીનમાં પહોંચેલી ડબ્લ્યુએચઓ ટીમ લગભગ ચાર અઠવાડિયાથી કોવિડ -19 ફેલાવાનો પ્રારંભિક બિંદુ શોધવા માટે તપાસ કરી રહી છે.

આ સાથે જ કોરોના વાયરસની ઝપેટમાં આવેલા પહેલા દર્દી સાથે પણ મુલાકાત કરી હતી. ટીમના જણાવ્યા પ્રમાણે, તોઆ પણ પ્રકારની ટ્રાવેલ હિસ્ટ્રી ન ધરાવનારા આશરે 40 વર્ષ જુના આ કાર્યાલ.યના કર્મીંમાં 8 ડિસેમ્બરે ચેપની પુષ્ટિ કરવામાં આવી હતી, જેની પાસે કોઈ પણ ટ્રેવલનો ઇતિહાસ નથી.

ઉલ્લેખનીય છે કે ચીનમાંથી કોરોના વાયરસ ફેલાવવાની વાતે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો હતો ત્યાર બાદ ચીન સાથેના અનેક દેશના સંબંઘો પણ બગડ્યા હતા ,ડબલ્યૂએચઓની ટીમ તપાસ માટે ચીનના વૂહાન પ્રાંતમાં પહોંચી હતી.

સાહિન-