Site icon Revoi.in

કોરોનાનું કારણ શોધવા માટે ચીન પહોંચેલી WHOની ટીમનો દાવો

Social Share

વિશ્વ આરોગ્ય સંગઠન ખુલ્લેઆમ ચીનના સમર્થનમાં આવ્યું છે. કોરોના વાયરસના પ્રસારમાં ચીન સામેના આક્ષેપને ડબ્લ્યુએચઓએ નકારી કાઢ્યો છે. WHO ના 14 વૈજ્ઞાનિકોની ટીમે લગભગ 1 મહિના સુધી ચીનમાં કોરોના વાયરસના ફેલાવા પર સંશોધન કર્યું હતું. આ ટીમે દાવો કર્યો છે કે, વુહાનમાં કોલ્ડ ચેન પ્રોડકટ જેવા ઓસ્ટ્રેલિયન બીફ કોરોના વાયરસના વાસ્તવિક કારણો હોઈ શકે છે.

WHO ના નિષ્ણાત પીટર બેન અંબારેકે કહ્યું કે, આ વિશે વધુ તપાસની જરૂર છે. હકીકતમાં ડિસેમ્બર 2019માં કોરોના વાયરસ સંક્રમણનો પહેલો કેસ વુહાનથી નોંધાયો હતો. અહીં,વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વોયરોલોજીએ વાયરસનો વ્યાપક નમૂના એકત્રિત કર્યા હતા, જેના પછી ચીને આરોપ લગાવ્યો કે, વાયરસ ત્યાંથી આસપાસના વાતાવરણમાં ફેલાય છે. જો કે, ચીને આ સંભાવનાને એકદમ નકારી કાઢી અને આ સિદ્ધાંતોનો પ્રચાર કર્યો કે, વાયરસ બીજે ક્યાંકથી ફેલાયો હશે.

માઇક પોમ્પિયોએ સાધ્યું નિશાન

WHOના આ દાવાની ટીકા શરૂ થઈ ગઈ છે. યુએસના પૂર્વ વિદેશ સચિવ માઇક પોમ્પિયોએ WHO ટીમે કરેલા દાવાને નકારી કાઢ્યો છે. માઇક પોમ્પિયોએ કહ્યું કે, WHO અને ચીન વચ્ચે રાજકારણ શરૂ થયું છે. તેમણે કહ્યું કે, WHOની આ વર્તણૂકને કારણે તેમણે WHOને છોડી દીધું હતું. માઇકે કહ્યું કે, ડબ્લ્યુએચઓના મહાસચિવ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના પગ નીચે આવી ગયા છે.

10 દેશોના નિષ્ણાતોની ટીમ

ડબ્લ્યુએચઓ ટીમે ચીની હોસ્પિટલો,સંશોધન સંસ્થાઓ,બજારો અને મહામારીના પ્રસારથી સંકળાયેલ અન્ય સ્થળોની મુલાકાત લીધી હતી. ટીમમાં 10 દેશોના નિષ્ણાતો સામેલ છે. ચીન વતી લિયાંગ વેનીયાને જણાવ્યું હતું કે,વાયરસ બજારને બદલે શહેરના અન્ય ભાગોમાં ફેલાયેલો લાગે છે,તેથી એવી સંભાવના છે કે, વાયરસની ઉત્પત્તિ બીજે ક્યાંયથી થઈ હોય.

-દેવાંશી