Site icon Revoi.in

એવું તો શું છે માલદિવ્સમાં? કે બોલિવૂડ સ્ટાર્સ પણ વેકેશન માટે ત્યાં જાય છે, વાંચો

Social Share

માલદિવ્સ એ એવી જગ્યા છે કે કરોડો લોકોની ફરવા માટેની મનપસંદ જગ્યા છે. મોટા ભાગના લોકો પોતાના સારા પ્રસગમાં ફરવા માટે માલદિવ્સ જતા હોય છે અને એ જગ્યા એટલી સરસ છે કે બોલિવૂડના સ્ટાર્સ પણ ત્યાં ફરવા જતા હોય છે, આ વાત જાણીને તમામ લોકોના મનમાં એકવાર તો વિચાર આવ્યો જ હશે કે માલદિવ્સમાં એવું તો શું છે કે મોટાભાગના લોકો આ સ્થળે ફરવા જાય છે.

જો કોઈ માલદીવ જવા ઈચ્છે છે તો તેની પાછળ સૌથી મહત્વનું એક કારણ છે અને તે છે ત્યાંની સુંદરતા. ત્યાંનો નજારો એટલો સુંદર છે કે દરેકને ત્યાં જવું ગમે છે. તમે તસવીરો પરથી અનુમાન લગાવ્યું હશે કે ત્યાં કેટલું પ્રાકૃતિક સૌંદર્ય છે અને આઈલેન્ડ પર બનેલી હોટલો દરેકને વૈભવી લાગે છે.

સોશિયલ મીડિયા પર દરરોજ એવી તસવીરો આવતી રહે છે કે કેટલાક અભિનેતા કે અભિનેત્રી માલદીવમાં (Maldives) મજા માણી રહ્યા છે. આ ઉપરાંત ટીવીના કલાકારો પણ ત્યાં રજા ગાળવા જાય છે અને તેની તસવીરો શેર કરતા હોય છે.

જો વાત કરવામાં આવે માલદિવ્સના જીયોગ્રાફીની તો માલદીવમાં ઘણા ટાપુઓ છે અને તમામ ટાપુઓ મળીને માલદીવ બનાવે છે. ઉપરાંત, સામાન્ય રીતે ટાપુ પર એક રિસોર્ટ હોય છે, જેના કારણે સેલેબ્સ સરળતાથી ત્યાં રહે છે. તેમને આમાં કોઈ તકલીફ નથી અને તેઓ થોડા દિવસો આરામથી પસાર કર્યા પછી આવે છે. અહીં ઘણા રિસોર્ટ છે, જે સંપૂર્ણ પર્સનલ સ્પેસ આપે છે, આ સ્થિતિમાં સેલેબ્સ લોકોથી દૂર રહીને તેમના મિત્રો અથવા પરિચિતો સાથે મોજ-મસ્તી કરે છે.

કોરોનાનું સંકટ અત્યારે સમગ્ર વિશ્વમાં ચાલુ છે. આ સ્થિતિમાં કોરોના અનુસાર માલદીવ એક સુરક્ષિત જગ્યા છે. અહીં માત્ર કોરોના પોઝિટિવ કેસ ઓછા નથી, પરંતુ વ્યક્તિગત જગ્યાની ઉપલબ્ધતાને કારણે તેમને કોઈ સમસ્યાનો સામનો કરવો પડતો નથી. લોકો તેમના મિત્રો સાથે અહીં રિસોર્ટમાં મજા કરે છે અને કોરોનાથી સંક્રમીત થવાનો ડર પણ ઘણો ઓછો છે.

Exit mobile version