Site icon Revoi.in

કેટલાક જીવમાં લોહીનો રંગ વાદળી હોય તેવું કેમ લાગે છે? જાણો

Social Share

જ્યારે પણ લોહીની વાત કરવામાં આવે ત્યારે આપણા તમામના મગજમાં એક જ કલર સામે આવી જાય અને તે છે લાલ રંગ, આ વિશ્વમાં મોટાભાગના લોકો માને છે કે લોહીનો રંગ લાલ જ હોય પરંતું આ વિશ્વમાં કેટલાક જીવ એવા છે જેમના લોહીનો રંગ જાણે વાદળી હોય તેમ લાગતું હોય છે.

મીડિયા રિપોર્ટ અનુસાર એવા ઘણા સમુદ્રી જીવ છે, જેનો રંગ વાદળી હોય છે. જેમકે વિંછી, લૉબ્સ્ટર્સ, મકડી અને ઓક્ટોપસ. લોહી વાદળી હોવાનો અર્થ તેનો રંગ સંપૂર્ણ પણે વાદળી નથી હોતો. આ પાછળનું કારણ વૈજ્ઞાનિક છે. આ જીવોની નસમાં વહેતુ લોહી વાદળી નથી હોતું. તેમાં વાદળી રંગની હલકી અસર જોવા મળે છે.આવા જીવના લોહીનો રંગ વાદળી દેખાવા પાછળનું કારણ ત્વચા પર પડતી રોશની છે. તેમની નસમાં વહેતા લોહીમાં ઓક્સીજનનું પ્રમાણ ઓછુ હોય છે. જો ખરેખર કોઈના લોહીનો રંગ વાદળી થઈ જાય તો દુર્લભ બિમારીઓ થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે,બ્લૂ બ્લડ એટલે વાદળી લોહી શબ્દનો પહેલો ઉપયોગ 1811ની આસપાસ થયો હતો. આ શબ્દ શાહી પરિવાર અને અને તેની કુલીનતાને દર્શાવવા માટે કરવામાં આવ્યો હતો. આ તે સમય હતો જ્યારે ઉચ્ચ સામાજિક સ્તરવાળા લોકોની ગોરી ત્વચાના આધારે વિભાજિત કરવામાં આવતા હતા. તેમને કામ કરવાવાળા લોકો, મધ્યમ વર્ગીય, ખેડૂતો અને શ્રમિકોથી અલગ રાખવામાં માટે આ પ્રકારના શબ્દનો પ્રયોગ કરવામાં આવતો હતો.