Site icon Revoi.in

શા માટે આ આપણા દેશમાં સ્ત્રીઓના કાન વિંધવાની પરંપરા હોય છે, જાણો કેટલીક મહત્વની વાતો

Social Share

કાન વીંધવા એ ભારતમાં ચાલતી પરંપરા છે, જો દિકરીનો જન્મ થાય ત્યારે બાળકી 3 થઈ 4 મહિનામી થાય એટલે તેના કાન કોંચવામાં આવે છે આ વર્ષોથી ચાલી આવે છે દરેક ઘર્મના લોકો તેને પાળે છે બીજી ભાષામાં જેને કર્ણવેધ તરીકે પણ ઓળખવામાં આવે છે.

હિંદુ સંસ્કૃતિમાં કાન વીંધવાનું એક અલગ જ મહત્વ છે. તે આપણા સાંસ્કૃતિક વારસાને પ્રતિબિંબિત કરે છે, તેમજ તે 16 સંસ્કારોમાંથી એક છે, માનવ જીવનના વિવિધ તબક્કાઓને ચિહ્નિત કરવા અને ઉછેર બતાવવા માટે કરવામાં આવતી ધાર્મિક વિધિઓ છે.

કાન વીંધવાથી દૃષ્ટિ સુધરે છે. વાસ્તવમાં, કાનના નીચેના ભાગમાં એક બિંદુ છે. આંખોની નસો આ બિંદુમાંથી પસાર થાય છે. જ્યારે કાનના આ બિંદુને વીંધવામાં આવે છે, ત્યારે તે આંખના સ્થળને ઝડપી બનાવવામાં મદદ કરે છે.આ સાથે જ કહેવાય છે કે કાન વીંધવાથી શરીરના તે બિંદુ ખુલે છે જે પાચનતંત્રને સંતુલિત કરવામાં મદદ કરે છે. કાન વીંધવાથી સ્થૂળતાની શક્યતાઓ પણ ઘટી જાય છે.

કાન વિંધાવાથી એક્યુપ્રેશર નિષ્ણાતોના મતે, કાનના નીચેના ભાગમાં માસ્ટર સેન્સોરલ અને માસ્ટર સેરેબ્રલ નામના 2 કાનના લોબ છે. આ ભાગને વીંધવાથી બહેરાશ દૂર થઈ જાય છે.એવું કહેવાય છે કે નાની ઉંમરમાં બાળકોના કાન વીંધવાથી મગજનો યોગ્ય વિકાસ થાય છે. કાનના લોબમાં મેરીડીયન પોઈન્ટ હોય છે જે જમણા ગોળાર્ધને મગજના ડાબા ગોળાર્ધ સાથે જોડે છે. આ બિંદુને વીંધવાથી મગજના આ ભાગોને સક્રિય કરવામાં મદદ મળે છે.