Site icon Revoi.in

શા માટે અલગ – અલગ રંગના હોય છે પાસપોર્ટ, જાણો બ્લૂ પાસપોર્ટ અને ગ્રીન પાસપોર્ટ કયા વર્ગના લોકોને અપાય છે

Social Share

પાસપોર્ટ આપણા સૌ ને ખ્યાલ હશે જ આપણે સામાન્ય રીતે બ્લૂ રંગનો પાસપોર્ટ જોયો છે,જો કે ભારતનો પાસપોર્ટ એક નહીં પરંતુ અનેક રંગોનો હોય છે. દરેક રંગના પાસપોર્ટનો અલગ અલગ વિશેષ અર્થ હોય છે. તો પાસપોર્ટના રંગો વિશે આજે જાણીશું કે તેનો ખાસ અર્થ શું છે કયા રંગનો પાસપોર્ટ કઈ વ્યક્તિ ઘરાવે છે.

ભારતીય પાસપોર્ટ ત્રણ અલગ-અલગ રંગોનો હોય છે. નાગરિકોના મહત્વ ઉપરાંત, આ પાસપોર્ટનો વાસ્તવિક હેતુ પણ જૂદો છે. જાણો વાદળી, સફેદ અને મરૂન પાસપોર્ટ અઁગેની માહિતી 

 વાદળી પાસપોર્ટ – વાદળી રંગનો પાસપોર્ટ દેશના સામાન્ય લોકો માટે બનાવવામાં આવ્યો છે. આ પાસપોર્ટમાં વ્યક્તિના નામ સિવાય જન્મતારીખ અને સ્થાનિક સરનામાની માહિતી આપવામાં આવી છે. આ સાથે ઓળખ માટે ફોટો, હસ્તાક્ષર, શરીર પરના કોઈપણ નિશાન વિશે પણ માહિતી આપવામાં આવે છે. પાસપોર્ટ પર કોઈ દેશના વિઝા મળ્યા પછી, વ્યક્તિ ત્યાં મુસાફરી કરી શકે છે.

 સફેદ પાસપોર્ટ – કોઈ સત્તાવાર કામ માટે વિદેશ જતી અધિકારીને સફેદ રંગનો પાસપોર્ટ આપવામાં આવે છે. કસ્ટમની ચકાસણી વખતે આ સફેદ રંગનો પાસપોર્ટ ધરાવનાર અધિકારી કે સરકારી વ્યક્તિ સાથે અલગ વ્યવહાર કરવામાં આવે છે. સાથે જ તેઓની સવુિધાઓ વિશેષ હોય છે.

 મરૂન પાસપોર્ટઃ મરૂન રંગના પાસપોર્ટ ભારતના રાજદ્વારીઓ અને વરિષ્ઠ અધિકારીઓને જ જારી કરી શકાય છે. જેમાં IAS અને વરિષ્ઠ IPS રેન્કના અધિકારીઓનો સમાવેશ થાય છે. જે લોકો પાસે આ પાસપોર્ટ છે તેમને વિદેશ જવા માટે વિઝા લેવાની પણ જરૂર નથી. ઉપરાંત, તેમની ઇમિગ્રેશન પ્રક્રિયા પણ અન્યની તુલનામાં ખૂબ જ સરળ અને ઝડપી બને છે. આવા લોકો જ્યારે વિદેશ જાય છે ત્યારે તેમની સામે સરળતાથી કોઈ કેસ નોંધી શકાતો નથી.