Site icon Revoi.in

શા માટે કેટલાક લોકોની આંખો હોય છે ભૂરી, જાણો આંખોના જૂદા જૂદા રંગો હોવા પાછળના આ છે કારણો

Social Share

સામાન્ય રીતે ઘણા લોકોની આંખો ભરી હોય છે, કોઈની બ્રાઉન તો કોઈની કોફી તો કોઈની ગ્રે કલરની આંખો હોય છે આપણા દરેકના મનમાં સવાલ થાય છે કે શા માટે કેટલાક લોકોનીજ આંખો ભૂરી માંજરી હોય છે અને ખાસ કરીને બધાની આંખો કાલી હોય છે તો તેના પાછળના કારણો જોઈએ

 આપણી આંખોનો રંગ આપણા જનીનો સાથે સંબંધ ધરાવે છે. ઘણા લોકોને અફસોસ છે કે તેમની આંખોનો રંગ દરેકની આંખો જેટલો જ સામાન્ય છે. પરંતુ જો તમારા મનમાં આ પ્રશ્ન આવે કે મોટાભાગના લોકોની આંખોનો રંગ એક સરખો કેમ હોય છે,ચો તેના પાછળ ના કારણો જીન્સ સંબંધિત છે

સામાન્ય રીતે આપણી આંખોનો રંગ આંખની કિકીમાં મેલાનિનની માત્રા દ્વારા નક્કી કરવામાં આવે છે. આ સિવાય પ્રોટીનની ઘનતા અને આંખોનો રંગ પણ આસપાસના પ્રકાશ પર આધાર રાખે છે. આપણી આંખોનો રંગ 9 કેટેગરીમાં વહેંચાયેલો છે, જ્યારે તેમાં 16 જીન્સ છે. આ આપણી આંખોના રંગ સાથે સંકળાયેલા છે.

દરેકની આંખના રંગ માટે જવાબદાર બે મુખ્ય જનીનો OCA2 અને HERC2 છે. આ બંને રંગસૂત્ર 15 પર હાજર હોય  છે. ખરેખર, HERPC2 જનીન OCA2 ની અભિવ્યક્તિને નિયંત્રિત કરવા માટે કામ કરે છે. HERC2 ચોક્કસ હદ સુધી વાદળી આંખો માટે જવાબદાર હોવાનું જાણીતું છે. જ્યારે, OCA2 વાદળી અને લીલી આંખો સાથે સંકળાયેલ છે.

આ વાત નકારી શકાય નહીં કે વિશ્વમાં મોટાભાગના લોકોની આંખો ભૂરા રંગની હોય છે. તેની પાછળનું કારણ એ છે કે જે જીન્સ તેને વિકસાવે છે તે મોટાભાગના લોકોમાં હાજર હોય છે. તે જ સમયે, વાદળી આંખો ધરાવતા લોકોની સંખ્યા વિશ્વમાં સૌથી ઓછી છે.

ખાસ કરીને આપણે બ્રાઉન આઈવાળા લોકોને વિશ્વમામ બધે સરળતાથી શોધી શકો છો, પરંતુ વાદળી આંખો શોધવી ખૂબ મુશ્કેલ છે.ખરેખરમાં, વાદળી આંખોવાળા લોકો સમાન પૂર્વજો હોવાનું માનવામાં આવે છે. 

કહેવાય છે કે લગભગ 6 હજારથી 10 હજાર વર્ષ પહેલા માનવ જનીનમાં ફેરફારને કારણે લોકોની આંખોનો રંગ વાદળી થવા લાગ્યો હતો.તમને જાણીને નવાઈ લાગશે કે વૈજ્ઞાનિકો અનુસાર જીવનના પ્રારંભિક તબક્કામાં આપણી આંખોનો રંગ ખૂબ જ ઝડપથી બદલાઈ શકે છે. નાના બાળક જન્મે ત્યારે આંખોનો રંગ ભૂરો જ હોય છે પરંતુ વધતા દિવસે દિવસે તેમની આંખોનો રંગ બદલાય છે.