Site icon Revoi.in

બે-વ્હીલર વાહનોમાં ડિસ્ક બ્રેક માં કેમ હોય છે? કાણા, જાણો એનાથી કઈ રીતે મળે છે સુરક્ષા

Social Share

દુનિયાભરમાં વાહનોને વધારે સુરક્ષિત બનાવવા પર કામ કરવામાં આવી રહ્યું છે. એવામાં બે ટાયર વાળા વાહનોમાં પણ બ્રેકિંગ સારૂ કરવા માટે ડિસ્ક બ્રેક આપવામાં આવે છે. બે ટાયર વાળા વાહનોમાં મળેલી ડિસ્ક બ્રેકની પ્લેટમાં છેદ હોય છે તે ખાલી ડિઝાઈન માટે નથી હોતી. બાઈક અથલા સ્કુટર ચલાવતા સમયે જ્યારે અચાવક બ્રેક લગાવવામાં આવે છે તો ડિસ્ક બ્રેકની પ્લેટ અને બ્રેક પેડના વચ્ચે ઘર્ષણ થાય છે. ઘર્ષણથી થવા વાળી ગરમી આ છેદથી બહાર નિકળે છે. જેનાથી ડિસ્ક બ્રેક પ્લેટ ઠંડી રહે છે અને લગાતાર બ્રેક લગાવવા પર પણ કામ કરે છે. જેનાથી દુરઘટના થવાનો ખતરો ઘણો ઓછો થઈ જાય છે.
ડિસ્ક બ્રેકના કારણે બાઈક અને સ્કૂટરના બેલેન્સ પણ સારૂ રહે છે. ઘણી વાર બાઈક કે સ્કૂટરને એવી જગ્યાએ ચલાવવામાં આવે છે જ્યા પાણી, માટી વગેરે હોય છે. એવામાં ડ્રમ બ્રેક પર માટી જમા થાય છે. અને પાણીને કારણે બ્રેક સરળતાથી લાગતી નથી. એવી સ્થિતિમાં ડિસ્ક બ્રેક વધારે સરળતાથી કામ કરે છે. ડિસ્ક બ્રેકની પ્લેટમાં બનેલા છેદના લીધે પાણી હટતુ રહે છે અને બ્રેક લગાવવામાં પરેશાની પણ થતી નથી. જેનાથી બાઈક અથવા સ્કૂટરને કંટ્રોલ કરવું સરળ થઈ જાય છે. ડિસ્ક બ્રેકની પ્લેટ પર છેદથી બાઈકની ડિઝાઈન પણ ઘણી સારી લાગે છે. બાઈક સવારને સુરક્ષા આપવા સાથે બાઈકનું લુક પણ સારુ લાગે છે. ડ્રમ બ્રેક વાળા બાઈક અને સ્કૂટરના મુકાબલે ડિસ્ક બ્રેક વાળી બાઈક કે સ્કૂટરના લુક સારા લાગે છે.