Site icon Revoi.in

23 ડિસેમ્બરે ખેડૂત દિવસ કેમ ઉજવવામાં આવે છે? જાણો તેનો ઈતિહાસ અને મહત્વ

Social Share

દિલ્લી: ભારતના પાંચમાં વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહની જન્મજયંતિ નિમિત્તે દર વર્ષે 23 ડિસેમ્બરે રાષ્ટ્રીય ખેડૂત દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેમણે તેમના કાર્યકાળ દરમિયાન કૃષિ ક્ષેત્રની ઉત્થાનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. અને ખેડૂતોના હિતમાં ઘણા ખેડુતો- હિતૈષી નીતિઓનો કરાર તૈયાર કર્યો. ભલે ચૌધરી ચરણસિંહ થોડા સમય માટે વડાપ્રધાન રહ્યા હતા,પણ તેમણે ભારતીય ખેડૂતોના કલ્યાણ માટે સખત મહેનત કરી હતી. તેમણે ખેડૂતો માટે અનેક યોજનાઓ પણ શરૂ કરી હતી. અને 2001 માં સરકારે ચૌધરી ચરણસિંહના જન્મદિવસને ખેડૂત દીવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું.

ખેડૂત દિવસનું મહત્વ

આ દિવસ ખૂબ મહત્વપૂર્ણ છે, કારણ કે તે કૃષિ ક્ષેત્રમાં નવીનતમ શિક્ષણ સાથે સમાજના ખેડુતોને સશક્ત બનાવવાનો વિચાર આપે છે. ખેડૂત દિવસની ઉજવણી લોકોને વિવિધ સમસ્યાઓ અંગે લોકોને જાગૃત કરવાની સેવા આપે છે. એવું પણ કહેવામાં આવે છે કે, ચૌધરી ચરણસિંહે સર છોટુ રામનો વારસો આગળ ધપાવ્યો હતો, તેમણે દેશના ખેડુતોના પ્રશ્નો અંગે જાગૃતિ ફેલાવવા 23 ડિસેમ્બર 1978 ના રોજ કિસાન ટ્રસ્ટની રચના પણ કરી હતી.

ખેડૂત દિવસનો ઈતિહાસ

ખેડૂત દિવસ એક જાહેર રજા છે,જે દેશના ખેડુતો અને તેમના કાર્યની ઉજવણી કરે છે. ભારતમાં આ દિવસ 23 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. ચૌધરી ચરણ સિંહની ઉજવણી માટે આ દિવસની ખાસ પસંદગી કરવામાં આવી હતી. જે દેશના ખેડુતોના કલ્યાણ માટે કાર્ય કરી રહેલા અગ્રણીઓમાંના એક હતા. આ દિવસને અર્થતંત્રમાં ભારતીય ખેડૂતોની ભૂમિકાને યાદ રાખવા માટે ચિહ્નિત કરવામાં આવ્યો છે. આ દિવસ ચૌધરી ચરણસિંહની જન્મજયંતિ પર ઉજવવામાં આવે છે કારણ કે, તેમણે નાના અને સીમાંત ખેડૂતોના પ્રશ્નોને આગળ લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેઓ હંમેશા લડતા અને ખેડૂતોના હક્કો માટે ઉભા રહ્યા હતા.