Site icon Revoi.in

દેશના ઘણા રાજ્યોમાં કોરોના સંક્રમણ 10 ટકાથી વધુ, ICMR એ માસ્ક જરુરી કરવાની સલાહ આપી

Social Share

દિલ્હીઃ- છેલ્લા 150 દિવસ બાદ દેશમાં કોરોનાના આંકડો ચોંકાવનારો છે વિતેલા દિવસે 1800થી વધુ કેસ નોંધાયા હતા ,વધતા જતા કેસે કેન્દ્રની ચિંતા વધારી છે તો લોકોમાં પણ ફરી એક વખત કોરોનાનો ભય સતાવી રહ્યો છે.જો કોરોના સંક્રમણની વાત કરીએ તો દેશના 14 જરાજ્યોના 29 જીલ્લાઓમાં કોરોના સંક્રમણ ઝડપથી વધી રહેલું જોવા મળી રહ્યું છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે ઓળખેલા આ કોરોના ગ્રસ્ત જીલ્લાઓમાં સંક્રમણ દર 10 ટકાને વટાવી ગયો છે.તો બીજી તરફ 59 જિલ્લામાં કોરોનાનો સાપ્તાહિક સંક્રમણ દર પાંચથી 10 ટકાની વચ્ચે છે. એવા ઘણા જિલ્લા છે જ્યાં છેલ્લા અઠવાડિયામાં 40 ટકાથી વધુ સેમ્પલ પોઝિટિવ મળ્યા છે.

કોરોનાના નોઁધાતા કેસો છેલ્લા 210 દિવસમાં સૌથી વધુ છે. જો છેલ્લા સાત દિવસના કેસની સરખામણી કરવામાં આવે તો કોરોના વાયરસના કેસોમાં 78 ટકાનો વધારો થયો છે, જ્યારે આ સમયગાળા દરમિયાન 19 થી 29 મૃત્યુ થયા છે. શનિવારે સામે આવેલા કોરોના વાયરસના કેસો ગયા વર્ષે 22 ઓક્ટોબર પછી દેશમાં સૌથી વધુ હતા, જ્યારે 1,988 નવા કેસ નોંધાયા હતા.

આ સમગ્ર કોરોનાની સ્થિતિને જોતા  નવી દિલ્હી સ્થિત ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ ચેપના ફેલાવાને રોકવા માટે ભીડમાં માસ્ક ફરજિયાત બનાવવાની સલાહ આપી હતી. સરકારના રિપોર્ટમાં  કહેવામાં આવ્યું છે કે લગભગ 88 જિલ્લાને કોરોનાએ પોતાની બાનમાં લીધા છે. જો કે, 500 થી વધુ જિલ્લાઓમાં કોરોના ચેપ હજુ પણ પાંચ ટકાથી નીચે છે. 18 અને 24 માર્ચની વચ્ચે પોઝિટિવ મળી આવેલા સેમ્પલના જિલ્લાવાર રિપોર્ટ અનુસાર, મધ્યપ્રદેશના પુડુચેરી અને બરવાની જિલ્લામાં સૌથી વધુ સંક્રમિત છે. તે જ સમયે, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના 11માંથી ત્રણ જિલ્લામાં ચેપ 10 ટકાથી વધુ છે, પરંતુ ચાર જિલ્લામાં તે પાંચથી 10 ટકાની વચ્ચે છે રાજધાનીમાં ખઆસ પગલા લેવા માટેની સૂચના આપવામાં આવી છે.