Site icon Revoi.in

તાઈવાન હવે ભારતના બે શહેરો બાદ મુંબઈમાં ડિપ્લોમેટિક સેન્ટર ખોલવાની તૈયારીમાં , ચીનને લાગશે ઝટકો

Social Share

દિલ્હીઃ- તાઈવાન સતત ભારત સાથે ગાઢ સંબંધ બનાવવાના મૂડમાં છે  કારણ કે ફરી એક વખત તાઈવાન ભારત સાથેના સંબંધોને મજબૂત બનાવવા  સંકેત આપી રહ્યું છે. તાઇવાન સરકારે બુધવારે એક મોટી જાહેરાત કરી છે જે સીધે સીઘી ભારત સાથે સંકળાયેલી છે.

આ સહીત તાઈવાનન ટીન સાથેના સંબંધો ઘીરે ઘીરે ઓછા કરતું પણ જોવા મળી રહ્યું છે તેનું ઉદાહરણ છે તાઈવાનની કંપનીઓએ ચીનમાંથી પોતાનું રોકાણ પાછું  ખેચી રહી છે.કારણ કે  ચીન પોતાની સૈન્ય શક્તિ બતાવીને તાઈવાનને ડરાવવાનો પ્રયાસ કરે છે. આ તણાવને કારણે તાઈવાનની કંપનીઓએ ચીનમાંથી પોતાનું રોકાણ પાછું ખેંચવાનું શરૂ કરી દીધું છે. આ કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે તાઈવાન હવે દિલ્હી ચેન્નઈ બાદ ભારતમાં તેનું ત્રીજું રાજદ્વારી કેન્દ્ર ખોલશે. આ કેન્દ્ર મુંબઈમાં તાઈપેઈ ઈકોનોમિક એન્ડ કલ્ચરલ સેન્ટર તરીકે ઓળખવામાં આવશે.જો કે આ તાઈવાનના પગલાના કારણે ચીનને મોટો ઝટકો લાગી શકે છે કારણ કે ચીન તાઈવાનને પોતાનો અભિન્ન અંગ માને છે અને તેના અન્ય દેશો સાથે રાજદ્વારી સંબંધોને પસંદ નથી.