Site icon Revoi.in

આવી ભૂલ ન કરતા,કરશો તો OTP અને PIN વગર તમારી માહિતી થઈ શકે છે લીક

Social Share

આમ તો સરકાર દ્વારા કોઈની માહિતી ચોરી ન થાય અથવા કોઈ પણ મહત્વની માહિતી જેમ કે પર્સનલ ડોક્યુમેન્ટ કે બેન્કની માહિતી તે માટે યોગ્ય પગલા લીધા છે પરંતુ હેકર્સ દ્વારા હજુ પણ લોકોને લૂંટવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને તે લોકો OTP અને PIN વગર તમારી માહિતી લઈ શકે છે.

જો વાત કરવામાં આવે વોટ્સએપના હેક થવાની તો વોટ્સએપ એકાઉન્ટ વેરીફાઈ કરવા માટે બે વિકલ્પો છે. એક OTP અને બીજો કોલ. તમામ કોલ્સ સાયબર ઠગના મોબાઈલ નંબર પર ડાયવર્ટ કરવામાં આવતા હોવાથી સાયબર ઠગ કોલ વિકલ્પ પસંદ કરે છે. તે તેના ફોનમાં બીજાના વોટ્સએપને લોગઈન કરે છે.

આ બાબતે અધિકારીએ જણાવ્યું કે વ્હોટ્સએપ એકાઉન્ટમાં ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન ઓન રાખવું જોઈએ જેથી OTP આવે તો પણ કોઈ લોગીન ન કરી શકે. જો તમને કોઈ અજાણ્યા વ્યક્તિ તરફથી કોલ આવે તો OTP શેર કરશો નહીં. કોઈ ખાસ કોડ ડાયલ કરશો નહીં. Anydesk, Team Viewer અથવા QuickSupport વગેરે જેવી એપ્સ ડાઉનલોડ કરશો નહીં.

ઉલ્લેખનીય છે કે સાયબર ગુનેગારો ખાતરી આપે છે કે તેમને OTP અથવા PIN કહેવાની જરૂર નથી. જે ગ્રાહકો ખરાબ નેટવર્ક સમસ્યાની જાણ કરે છે તેમને એક ખાસ કોડ ડાયલ કરવાનું કહેવામાં આવે છે.