Site icon Revoi.in

UNSCમાં ભારતે પાકિસ્તાનનું નામ લીધા વગર તાક્યું નિશાન – કહ્યું, એક દેશ વિશ્વભરમાં આતંકીઓની  કરે છે મદદ

Social Share

દિલ્હી – સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતે ફરી એકવાર પાકિસ્તાનને  આડેહાથ લીધુ હતું, પાકિસ્તાનને આતંકવાદને ટેકો આપતો દેશ ગણાવ્યો છે. કાઉન્સિલમાં ભારતના નાયબ સ્થાયિ પ્રતિનિધિ કે નાગરાજ નાયડુએ પાકિસ્તાનનું નામ લીધા વિના કહ્યું હતું કે, એક પાડોશી દેશ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વભરના આતંકવાદીઓને આશ્રય અને મદદ કરી રહ્યું છે. ભારતે એમ પણ કહ્યું કે આતંકવાદને પડોશી દેશની સરકારનો ટેકો પણ છે.

કાઉન્સિલની બેઠકમાં નાગરાજે કહ્યું કે, ભારત ઘણા દાયકાઓથી પ્રોક્સી વોર અને ક્રોસ બોર્ડર આતંકવાદનો સામનો કરી રહ્યું છે. તેમણે કહ્યું કે ત્યાંની સરકાર ખુલ્લેઆમ આતંકવાદનું સમર્થન કરે છે અને આતંકવાદીઓને મદદ પૂરી પાડે છે. આ  સાથે જ કહ્યું હતું કે,આતંકવાદીઓને આપણા દેશમાં હિંસા ફેલાવવા માટે તાલીમ, ભંડોળ, ગુપ્ત માહિતીઓ અને શસ્ત્રો આપવામાં આવી રહ્યા છે, પાકિસ્તાનનું નામ લીધા વિના નાયડુએ કહ્યું હતું કે કેટલાક દેશોએ ભારત સામે પ્રોક્સી યુદ્ધ છેડી રહ્યા છે.

તેમણે કહ્યું કે આ દેશો આતંકવાદી જૂથોને દરેક રીતે મદદ અને પૈસાનું પ્રોત્,સાહન પુરુ પાડી રહ્યું છે.વિશ્વના તમામ દેશોએ મળીને આવા દેશોનો સામનો કરવો પડશે. આતંકવાદ સામે મળીને લડવાની આપણી સામૂહિક જવાબદારી છે. નાયડુનું નિવેદન એવા સમયે સામે આવ્યું છે જ્યારે ફ્રાન્સના પેરિસમાં ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સની બેઠક મળી રહી છે. આજે પાકિસ્તાનની ગ્રે લિસ્ટ અથવા બ્લેક લિસ્ટમાં રહેશે કે કેમ તે અંગે નિર્ણય લેવાની સંભાવના છે.

આ પહેલા ભારતે કાઉન્સિલમાં પાકિસ્તાન વિરુદ્ધ નિવેદનો અને પુરાવા આપીને સાબિત કરી બતાવ્યું હતું કે આતંકવાદ એક ગંભીર સમસ્યા છે. તેને રોકવા માટે, પાકિસ્તાનની ઇમરાન ખાન સરકારે અત્યાર સુધી કોઈ કડક કાર્યવાહી કરી જ નથી. જો પાકિસ્તાન ગ્રે સૂચિમાં રહેશે તો પણ તેના માટે મુશ્કેલીઓ ઘણી રીતે વધશે. જો તેને બ્લેકલિસ્ટ કરવામાં આવે છે, તો તેના પર નાદારીનો જોખમ મંડાયેલું રહેશે.

 

સાહીન-