Site icon Revoi.in

પાકિસ્તાન સહીતના 19 મુસ્લિમ દેશો મહિલાઓ માટે “દોઝખ” : વિશ્વ બેંકનો રિપોર્ટ

Social Share

મહિલાઓની સ્થિતિ અને અધિકારને લઈને ઘણાં સમયથી વાતો ચાલી રહી છે અને તેની સાથે દાવા પણ કરવામાં આવે છે કે હેવ મહિલાઓ પુરુષ સમોવડી બની ચુકી છે. પરંતુ શું હકીકતમાં આવું થયું છે? શું હરીકતમાં મહિલાઓને પુરુષોના જેટલા જ અધિકારો મળી રહ્યા છે? શું હકીકતમાં મહિલાઓ પુરુષોની જેમ સ્વતંત્ર છે? હકીકતોને તપાસ્યા પછી આવા સવાલોનો જવાબ મોટાભાગે નકારાત્મક જ મળે છે.

મહિલા સશક્તિકરણ અને મહિલાઓના પૂર્ણ અધિકારની વાતો આપણા સમાજમાં ઘમાં લાંબા સમયથી થઈ રહી છે. પરંતુ હકીકત એ છે કે મહિલાઓ આજે પણ પૂર્ણ અધિકારોથી વંચિત છે. દુનિયામાં માત્ર છ દેશ એવા છે કે જ્યાં મહિલાઓને પૂર્ણ અધિકાર પ્રાપ્ત થયેલા છે. આ હકીકતો વિશ્વ બેંકના અહેવાલ વુમન, બિઝનસ એન્ડ ધ લૉ 2019માં ઉજાગર થઈ છે.

આ અહેવાલ મુજબ, બેલ્જિયમ, ડેનમાર્ક, ફ્રાંસ, લેટિવિયા, લક્સમબર્ગ અને સ્વીડન એવા દેશ છે કે જ્યાં મહિલાઓને સંપૂર્ણપણે અધિકાર પ્રાપ્ત થયેલા છે. આ રિપોર્ટ જોઈને એવું લાગે છે કે વિશ્વમાં લૈંગિક સમાનતા તો વધી રહી છે, પરંતુ તેની ઝડપ ઘણી મંદ છે. આવો અભ્યાસ મહિલાઓના રોજગાર અને મહિલાઓની ઉદ્યમિતાની રાહમાં કાયદાકીય અડચણની જાણકારી મેળવવા માટેનો છે. આવા કારણોથી મહિલાઓને પોતાની કારકિર્દીમાં ઘણા પ્રકારની અડચણોનો સામનો કરવો પડે છે. તેમ છતાં તેમને સમાન અવસરો પ્રાપ્ત થતા નથી.

લૈંગિક સમાનતાને લઈને કરવામાં આવેલા અભ્યાસમાં આખી દુનિયાની સરેરાશ 74.71 છે. તેનો અર્થ એ છે કે વિશ્વભરમાં મહિલાઓને પુરુષોના મુકાબલે માત્ર 75 ટકા અધિકાર જ પ્રાપ્ત થયેલા છે. તો મધ્ય-પૂર્વ એશિયા અને આફ્રિકન દેશોમાં વિશ્વ બેંકના અભ્યાસ મુજબ મહિલાઓને પુરુષોના મુકાબલે સરેરાશ 47.37 અંક જ પ્રાપ્ત થયેલા છે. એટલે કે આ ક્ષેત્રમાં મહિલાઓને પુરુષોના મુકાબલે અડધાથી પણ ઓછા હક પ્રાપ્ત થયેલા છે.

ઈસ્લામિક દેશોમાં મહિલા અધિકારની સ્થિતિ વધુ બદતર

મીડિયામાં આવેલા આવા રિપોર્ટ સિવાય વિશ્વ બેંકના રિપોર્ટ વુમન, બિઝનસ એન્ડ ધ લૉ-2019ના આંકડામાંથી આશ્ચર્યજનક હકીકતો સામે આવી છે. 36 પૃષ્ઠોની પીડીએફમાં પૃષ્ઠ ક્રમાંક 2થી 30 સુધી દરેક દેશમાં ત્યાંની મહિલાઓ સાથે સંબંધિત આઠ બાબતો દર્શાવવામાં આવી છે. સૌથી છેલ્લી કોલમમાં મહિલાઓની સ્થિતિની સરેરાશા આપવામાં આવી છે. 50 અંકથી ઓછી સરેરાશ ધરાવતા 21 દેશોને તારવવામાં આવ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે આવા 21 દેશોમાંથી 19 દેશો મુસ્લિમ છે.

મહિલા અધિકાર સંબંધિત વિશ્લેષણમાં મહિલાઓના આવન-જાવન, મહિલાઓની નોકરી શરૂ કરવા, વેતન મળવા, લગ્ન કરવા, બાળકો પેદા કરવા, વ્યવસાય ચલાવવા, સંપત્તિ પ્રબંધન અને પેન્શન પ્રાપ્તિના આધારે સરેરાશ કાઢવામાં આવી છે. આશ્ચર્યની વાત એ પણ છે કે અભ્યાસ દરમિયાન મોટાભાગની મહિલાઓએ કેટલાક સવાલ પર મૌન સેવ્યું હતું. આવા સવાલોમાં શું તેમને પુરુષોની જેમ ઘરમાંથી બહાર આવવા-જવા અથવા યાત્રા કરવાની આઝાદી છે? અથવા શું તેમને અહીંના કાયદા હકીકતમાં ઘરેલુ હિંસાથી તેમની સુરક્ષા કરે છે? મહિલાઓની આ ચુપકીદી સ્પષ્ટ દર્શાવે છે કે તેમને આવા પ્રકારની આઝાદી બિલકુલ આપવામાં આવેલી નથી.

સામાન્ય રીતે જ્યારે આપણે મહિલાઓના અધિકાર સંદર્ભે વાત કરીએ છીએ, તો આપણને એવું લાગે છે કે વિકસિત દેશોમાં મહિલાઓને પુરુષો જેટલા કાયદાકીય અધિકાર પ્રાપ્ત છે. પરંતુ હકીકત આનાથી બિલકુલ અલગ છે. મહત્વપૂર્ણ છે કે અમેરિકાને આ રિપોર્ટમાં 83.75 અંક આપવામાં આવ્યા છે. તો યુનાઈટેડ કિંગ્ડમને 97.5, જર્મનીને 91.88 અને ઓસ્ટ્રેલિયાને 96.88 અંક પ્રાપ્ત થયા છે. મોટા આશ્ચર્યની વાત, તો એ છે કે અમેરિકા તો લૈંગિક સમાનતા ધરાવતા ટોપ-50 દેશોમાં પણ સામેલ નથી.

વિશ્વ બેંક દ્વારા લૈંગિક સમાનતાનું આ અધ્યયન ભારત સહીતના 187 દેશોમાં કરવામાં આવ્યું છે. જેમાં દેશો સમાન અંક મેળવવાને કારણે એક જ ક્રમાંક પર છે. હવે જો ભારતીય ઉપખંડની વાત કરીએ, તો અહીં પાકિસ્તાનની સ્થિતિ સૌથી વધુ ખરાબ અને દયનીય છે. પાકિસ્તાનને માત્ર  46.25 અંક પ્રાપ્ત થયેલા છે. ભારતીય ઉપખંડમાં માલદીવને સૌથી વધુ 73.75 અંક મળ્યા છે અને વૈશ્વિક સ્તર પર તેનું 33મું સ્થાન છે. જ્યારે વૈશ્વિક સ્તરે આ રિપોર્ટ મુજબ 37મા સ્થાને રહેલા ભારતને 71.25 અંક આપવામાં આવ્યા છે.