Site icon Revoi.in

‘કોશિષ કરને વાલો કી કભી હાર નહી હોતી’ , શ્રમિકની દિકરીએ આ કહેવત સાચી સાબિત કરી-રાષ્ટ્રીય એથલેટિક્સ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતી ઈતિહાસ રચ્યો

Social Share

દિલ્હીઃ-એક માતા કે જે એક સમયે પોતાની પુત્કીને બહાર મોકલવા માટે પણ ડરી રહી હતી જે આજે તેમની પુત્રીના કાર્યને બિરદાવી રહી છે, જી હા વાત છે રાષ્ટ્રીય એથ્લેટિક્સ સ્પર્ધામાં 10 કિલો મીટરની દોડમાં સુવર્ણ ચંદ્રક જીતનારી મુનિતા પ્રજાપતિની,જેણે રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો છે

આંતરરાષ્ટ્રીય સહીત કેટલીક સ્પર્ધાઓમાં ભાગ લઈને મેડલ્સ મેલનાર ઓલિમ્પિકની સ્વપ્નદ્રષ્ટા મુનિતાએ જણાવ્યું હતું કે, આ સિદ્ધિ પ્રાપ્ત કર્યા પછી તેને મળેલું પ્રોત્સાહન અને આદર પાછળ તેની સખત મહેનત અને સંધર્ષ સંતાયેલો છે.

પાંચ વર્ષ પહેલાં તે એથ્લેટિક્સમાં ભાગ લેવા માંગતી હતી, તો તેની માતા તેને ત્યા જવા માટે રોકી રહી હતી, પરંતુ  તેની જીદ પછી તે તેના ગામની એક શાળામાં પ્રેક્ટિસ કરવા જતી હતી, પરંતુ બહાર રમવા જવા માટે તેને સતત રોકવામાં આવતી હતી, કારણ હતું તેના પિતાની નાજુક તબિયત અને ઘરની આર્થિક કથળેલી સ્થિતિ.પિતા બિરજુ પ્રજાપતિની તબિયત ન  સારી હોવાના કારણે મુનિતાનો કંઈક કરી બતાવવાનો  ઉત્સાહ વધ્યો હતો.

વર્ષ 2017 માં, તેણે રાષ્ટ્રીય જુનિયરમાં રજત,ત્રણ વખત સ્કૂલસ નેશનલ,ખેલો ઈન્ડિયા, બે વખત નેશનલ યૂથ એથલેટિક્સ ટૂર્નામેન્ટમાં ગોલ્ટ મેડલ અને રજત પદક મેળવ્યું હતું. આ ઉપરાંત વર્ષ 2019 માં એશિયન યુથ એથ્લેટિક્સમાં ભાગ લેવાથી દેશનં નામ રોશન કર્યું.

મુનિતાએ જણાવ્યું હતું કે તેણે ગામની નજીકના ઇન્ટરમિડિયેટ કોલેજ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડથી એથ્લેટિક્સ સ્પર્ધાની શરૂઆત કરી હતી. જ્યાં તેમને નિર્ભય પાલ અને રવિ કુમાર નામના કોચ દ્વારા તાલીમ આપવામાં આવી હતી.  3000 અને 5000 મીટરમાં અનેક મેડલ્સ જીત્યા અને 10 હજાર મીટરમાં રેકોર્ડ બનાવ્યો. મુનિતા મધ્યપ્રદેશના ભોપાલ સાઈ સેન્ટરમાં પ્રેક્ટિસ કરે છે. અત્યારે તે રાંચીમાં યોજાનારી આઠમી રાષ્ટ્રીય એથ્લેટિક્સ સ્પર્ધામાં ભાગ લેવા પહોંચી છે.

સાહિન-