Site icon Revoi.in

વર્લ્ડ ચેમ્પિયન પીવી સિંધુની ફિટનેસના રહસ્યઃ-દુધ અને ઈંડા રોંજીદો ખોરાક

Social Share

ઓલિમ્પિક સિલ્વર મેડલ વિજેતા પીવી સિંધુએ રવિવારે બીડબ્લ્યુએફ બેડમિંટન વર્લ્ડ ચેમ્પિયનશિપ -2018 ની ફાઇનલમાં નોઝોમી ઓકુહારાને હરાવીને ઇતિહાસ રચ્યો છે અને ભારતનું નામ રોશન કર્યું છે,. સિંધુ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી બની છે. સિંધુએ તેની ફિટનેસના કારણે ફાઇનલમાં 21-7, 21-7થી ધમાકેદાર જીત મેળવી હતી.

એક નજર કરીયે સિંધુની ફિટનેસના રહસ્ય પર અને તેના આહાર પર

દેશની સિલ્વર ક્વિન પીવી સિંધુ પર દેશના ધણા લોકો તેની ફિટનેસ પર હુમલો કર્યો હતો. પરંતુ સિંધુએ તેની ધમાકેદાર એન્ટ્રીથી વાપસી કરીને લોકોની બોલતી બંધ કરી દીધી છે. સીંધુ પોતાને ફિટ રાખવા માટે અલગ અલગ પ્રકારની ટ્રેનિંગ લઈ રહી છે.

સિંધુ તેની ફિટનેસ પર દિવસમાં 8 કલાક કામ કરે છે. વજનની ટ્રેનિંગ ઉપરાંત સ્ટ્રેચિંગ પર ખૂબ ધ્યાન આપે છે. તે દરરોજ સવારે 03.30 વાગ્યે જાગી જાય છે અને સીધી ટ્રેનિંગ માટે દોટ મુકે છે  

સિંધુનું ટ્રેનિંગ સેશન 7 વાગ્યા સુધી સતત ચાલુ રહે છે,ત્યાર બાદ સવારના નાસ્તામાં તે ખુબજ હેલ્ધી વસ્તુઓ ખાય છે,ત્યાર બાદ 8 વાગ્યે તે ફરી ટ્રેનિંગ માટે નીકળી પડે છે,સતત 3 કલાકની ટ્રેનિંગ કર્યા પછી તે પોતાના શરિરને થોડો આરામ આપે છે

સિંધુની ટ્રેનિંગમાં રનિંગ,સ્વિમિંગ અને સ્ટ્રેચિંગ જેવા વર્ક આઉટનો સમાવેશ થાય છે, તે અઠવાડિયામાં 6 દિવસ ટ્રેનિંગ માટે ફાળવે છે તે ઉપરાંત તે કઠીન વર્કઆઉટ રિઝીમ માંથી પણ પસાર થાય છે જેનાથી તે આટલી ફેક્સીબલ છે.

તે જીમમાં દરરોજ 200 સીટઅપ અને 100 પુશઅપના રાઉન્ડ કરે છે,તે પોતાની બૉડીને હાઈડ્રેટ કરવા માટે ખુબ પ્રમાણમાં પાણી પીવે છે.

સિંધુ તેના ખોરાકમાં કાર્બો અને પ્રોટીનની માત્રાની ખૂબ કાળજી લે છે. સિંધુ ખોરાકમાં બાફેલા ઇંડા અને તાજા ફળો તથા એક ગ્લાસ દૂધ લે છે.

લંચ અને ડિનર માટે તે બ્રાઉન રાઇસ, લીલા શાકભાજી ,નોન-વેજ ખાય છે. આ સિવાય તે દિવસ દરમિયાન ડ્રાયફ્રૂટ અને એનર્જી ડ્રિંક્સ પણ લે છે.જેના કારણે તે આટલી ફિટ રહે છે