Site icon Revoi.in

આજે વિશ્વ હોમિયોપથી દિવસ: તાજેતરમાં લોકોનો હોમિયોપથી દવાઓ તરફ વધી રહ્યો છે વિશ્વાસ, આ દવાઓની આડઅસર નહીવત હોય છે

Social Share

દિલ્હીઃ- વિશ્વભરમાં આજે 10 એપ્રિલના રોજને વિશ્વ હોમિયોપેથી  દિવસ તરીકે મનાવવામાં આવે છે. તાજેતરના સમયમાંકોરોના મહામારી બાદ લોકોનો હોમિયોપેથીમાં  વિશ્વાસ વધતો જોવા મળી રહ્યો  છે, કારણ  આ દવાઓની આડઅસર ઓછી છે અને સાજા થવાની શક્યતાઓ વધુ છે.

હોમિયોપેથી ડોક્ટરોનું માનવું છે કે ભરતપુરમાં દરેક બીજા-ત્રીજા દર્દીને પથરીની સમસ્યા છે, જેનું મુખ્ય કારણ પીવાનું પાણી છે. જેમાં TDS વધુ રહેવાથી આ સમસ્યાઓ સર્જાય  છે. કિડનીની પથરીની સારવાર માટે, લોકો હોમિયોપેથીમાં વધુ વિશ્વાસ ધરાવે છે.આ સહીત કેટલીક નાની મોટી બીમારીઓમાં પણ આ દવાઓ લેનારાની સંખ્યા વધુ જોવા મળે છે.

જાણો આ દિવસ ક્યારથી મનાવાઈ છે?

આ ચિકિત્સા પદ્ધતિના સ્થાપક ડૉ. સેમ્યુઅલ હૉનમાન છે. 10 એપ્રિલના રોજ ડૉ. સેમ્યુઅલ હૉનમાનનો જન્મદિવસ છે અને તેમના જન્મદિવસને વિશ્વ હોમિયોપથી દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

વિશ્વ હોમિયોપેથી દિવસની સત્તાવાર રીતે સ્થાપના વર્ષ 2005માં વર્લ્ડ હોમિયોપેથી અવેરનેસ ઓર્ગેનાઈઝેશન (ડબલ્યુએચએઓ)એ નવી દિલ્હીમાં તેની વાર્ષિક કોન્ફરન્સમાં કરવામાં આવી હતી. આ વર્ષે એક આરોગ્ય, એક કુટુંબ થીમ ઉપર વિશ્વ હોમિયોપેથી દિવસ ઉજવવામાં આવી રહ્યો છે.

આ દવાઓમાં શેનો સમાવેશ થાય છે જાણો

હોમિયોપથીના ડોક્ટરો ઓછી માત્રામાં કુદરતી પદાર્થો જેમ કે છોડ અને ખનિજોનો ઉપયોગ કરે છે. તેઓ માને છે કે આ ઉપચાર પ્રક્રિયાને ઉત્તેજીત કરે છે.  હોમિયોપથી એ ઍલોપથી અને અને આયુર્વેદ પછી ત્રીજા ક્રમે આવતું વૈકલ્પિક ચિકિત્સાવિજ્ઞાન છે.હોમિયોપથીના ઔષધો ગંધક, પારો, સોનું, જસત, કલાઈ, ચાંદી, લોખંડ, ચૂનો, તાંબુ અને ટેલ્યૂરિયમ જેવા તત્વો તેમજ છોડ કે તમનાં મૂળ, છાલ, વિવિધ પ્રાણીઓનાં અંગોનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે.

આ દવાઓથી દર્દીને આડઅસરનો ભય ઓછો રહે છે

ઍલોપથીનાં મોંઘી દવાઓની તુલનામાં આ દવાઓ એકંદરે સસ્તી હોય છે અને મોટે ભાગે તેની આડ અસરો થતી નથી, તેથી ઘણા લોકો હોમિયોપથીની દવાઓ વધારે પસંદ કરે છે.
હોમિયોપેથીનો ઉપયોગ 200થી વધુ વર્ષોથી આરોગ્યની વિવિધ પરિસ્થિતિઓની સારવાર કરવામાં આવે છે. ભારત ઉપરાંત તેના અનેક દેશોમાં હોમિયોપેથી સારવાર કરવામાં આવે છે.

હોમિયોપેથીનો ઉપયોગ વિશ્વના ઘણા દેશોમાં થાય છે. હોમિયોપેથી એલોપેથી અને આયુર્વેદ જેવી તબીબી સુવિધાઓ પણ પૂરી પાડે છે. હોમિયોપેથીની લોકપ્રિયતા આજે ઝડપથી વધી રહી છે. હોમિયોપેથીના તબીબોનું કહેવું છે કે  હોમિયોપેથીમાં ઓપરેશન વિના કિડનીની પથરી સરળતાથી કાઢી શકાય છે. તે જે સમય લે છે તે તેના કદ પર આધારિત છે. નાના પથ્થરો 15 દિવસમાં દૂર કરવામાં આવે છે, જ્યારે 14-16 મીમી સુધીના સૌથી મોટા પથ્થરો 2 થી 3 મહિનામાં દૂર કરવામાં આવે છે.

એલોપેથિક પદ્ધતિ પછી વિશ્વની બીજી પસંદગીની અને લોકપ્રિય પદ્ધતિ છે.  આમાં દવાઓની અસર ધીમી હોય છે, પરંતુ તે રોગોને જડમાંથી દૂર કરવાની ક્ષમતા રાખે છે.ખાસ કરીને જે લોને વા ની બિમારી છે તે લોકો મોટા ભાગે હોમોયોપેથિ દવાઓનો સહારો લે છે.કારણ કે વામાં આપવામાં આવતી સ્ટિરોઈડ શરીરને આડઅસર કરે છે જેથી હોમિયોતેથી બેસ્ટ ઓપેશન આ બીમારીમાં સાબિત થાય છે.

મહત્વની વાત એ છે  કે હોમિયોપેથીની આડઅસર નહિવત છે. પ્રાણીઓમાં કોરોના અને લમ્પી જેવા રોગચાળામાં હોમિયોપેથી રામબાણ સાબિત થઈ. ભારત સરકાર પણ હવે આ તબીબી પદ્ધતિ પર ઘણું ધ્યાન આપી રહી છે. તેને આયુષ મંત્રાલય હેઠળ પણ સ્થાન આપવામાં આવ્યું છે.

Exit mobile version