Site icon Revoi.in

 વર્લ્ડ ટેલીવિઝન ડે : જાણો ટીવીનો ઇતિહાસ અને તેનાથી જોડાયેલી જાણી- અજાણી કેટલીક વાતો

Social Share

ટેલીવિઝનનો સંઘર્ષ, ઉપયોગિતા, ભવિષ્ય વગેરેની ચર્ચા કરવા માટે દર વર્ષે 21 નવેમ્બરના રોજ વર્લ્ડ ટેલીવિઝન ડે ની ઉજવણી કરવામાં આવે છે. અત્યાર સુધી ટેલીવિઝનની સફર ખૂબ જ રસપ્રદ રહી છે. અને તે આજના સમયમાં બ્લેક એન્ડ વ્હાઇટથી સ્માર્ટ ટીવી પર પહોંચી ગયા છે.

વર્લ્ડ ટેલીવિઝન ડે ની શરૂઆત ક્યારે થઈ ?

સંયુક્ત રાષ્ટ્રની મહાસભાએ ડિસેમ્બર 1996 માં 21 નવેમ્બરને વર્લ્ડ ટેલીવિઝન દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. 1996 માં જ 21 નવેમ્બરના રોજ પ્રથમ વર્લ્ડ ટેલીવિઝન મંચની સ્થાપના કરવામાં આવી હતી અને આ પ્રસંગે વિશ્વ ટેલીવિઝન દિવસની ઉજવણી કરવામાં આવે છે.

ટેલીવિઝન ફોરમની સ્થાપના કેમ કરવામાં આવી હતી ?

વર્લ્ડ ટેલીવિઝન ફોરમની સ્થાપનાનો ઉદ્દેશ એક પ્લેટફોર્મ પ્રદાન કરવાનો હતો. જ્યાં ટેલીવિઝનના મહત્વ પર ચર્ચા થઈ શકે. આ દિવસે, સંચાર અને વૈશ્વિકરણમાં ટેલીવિઝન નાટકોની ભૂમિકા વિશે લોકોમાં જાગૃતિ લાવવા માટે સ્થાનિક અને વૈશ્વિક સ્તરે બેઠકો યોજવામાં આવે છે.

ટીવીની શોધ ક્યારે થઈ હતી ?

વર્ષ 1927 માં અમેરિકી વૈજ્ઞાનિક જોન લોગી બેયર્ડે ટેલીવિઝનની શોધ કરી હતી, પરંતુ તેને ઇલેક્ટ્રોનીકરણ કરવામાં 7 વર્ષનો સમય લાગ્યો અને 1934 માં ટીવી સંપૂર્ણ રીતે તૈયાર થઇ ગયું હતું. ત્યારબાદ 2 વર્ષમાં ઘણાં આધુનિક ટીવી સ્ટેશનો ખુલી ગયા અને ટીવી લોકો માટે મનોરંજનનું એક સાધન બની ગયું .

ટેલીવિઝન ભારતમાં ક્યારે આવ્યું ?

ટીવી 1934 માં આવ્યા બાદ તેને ભારત સુધી પહોંચવામાં 16 વર્ષ લાગ્યાં, અને તે પહેલી વાર 1950 માં ભારત આવ્યું, જ્યારે એન્જિનિયરિંગના એક વિદ્યાર્થીએ પ્રદર્શનમાં ટેલીવિઝનને સામે રાખ્યું. દૂરદર્શનની સ્થાપના 15 સપ્ટેમ્બર 1959 ના રોજ સરકારી પ્રસારણકર્તા તરીકે કરવામાં આવી હતી. દૂરદર્શનની શરૂઆતના સમયે કાર્યક્રમો થોડા સમય માટે પ્રસારિત કરવામાં આવ્યાં હતાં અને 1965 માં નિયમિત દૈનિક પ્રસારણ ઓલ ઇન્ડિયા રેડિયોના ભાગ રૂપે શરૂ થયું હતું.

દેવાંશી-