Site icon Revoi.in

 WTO- જીનેવામાં  30 નવેમ્બરે યોજાનારી મંત્રી સ્તરીય પરિષદમાં ભારત કોવિડ રસીને પેટન્ટમાંથી મુક્તિની ભલામણ કરશે

Social Share

દિલ્હી- વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન કોન્ફરન્સ  આવતા અઠવાડિયે 30 નવેમ્બરના રોજ જીનોવા ખાતે યોજાનાર છે,આ પરિષદ દરમિયાન, ભારત કોવિડ-19 રસીના ઉત્પાદન અને પુરવઠાને બૌદ્ધિક સંપદા અધિકારોમાંથી મુક્તિ આપવાની માંગનું નેતૃત્વ કરશે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા ભારતે દક્ષિણ આફ્રિકા સાથે મળીને કોરોના સંબંધિત દવાઓ, સારવાર પદ્ધતિઓમાં બૌદ્ધિક સંપદા અધિકારોમાંથી અસ્થાયી મુક્તિની માંગણી કરી હતી.

વાણિજ્ય મંત્રાલયના વરિષ્ઠ અધિકારી શ્યામલી મિશ્રાએ આ મામલે માહિતી આપી હતી કે  30 નવેમ્બરથી જીનીવામાં યોજાનારી WTO કોન્ફરન્સ માટે દેશ વિકાસશીલ દેશો સાથે રણનીતિ બનાવી રહ્યો છે. અમે આશા રાખીએ છીએ કે તેમાં વિકાસશીલ દેશોના હિત સાથે સમાધાન કરવામાં આવશે નહીં. ભારત આક્શેપ લગાવી રહ્યું છે કે યુરોપિયન યુનિયન, સ્વિટ્ઝર્લેન્ડ અને બ્રિટનના નેતૃત્વમાં વિકસિત દેશો ગરીબ દેશોમાં રસી પહોંચાડવામાં અવરોધ ઉભો કરી રહ્યા છે. જેના કારણે લોકો જીવ ગુમાવી રહ્યા છે.

વર્લ્ડ ટ્રેડ ઓર્ગોનાઈઝેશનમાં સ્વિટ્ઝર્લૅન્ડના પ્રતિનિધિ, ડિડિયર ચેમ્બોવે એ જણાવ્યું હતું કે તેમનો દેશ વાટાઘાટો માટે તૈયાર છે પરંતુ સંપૂર્ણ મુક્તિનો વિરોધ કરી રહ્યું છે. આ મુદ્દા પર વધુ ચર્ચા કરવા પર એક સપ્તાહ પહેલા યોજાયેલી બૌદ્ધિક સંપદા અંગેની WTOની બેઠકમાં સહમતિ બની હતી.

આ બાબતે વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ સાથે સંકળાયેલા એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે ભારતનો ભાર ન્યાયી અને સમાન કરાર પર રહેશે. વિકસિત દેશોએ સમજવું પડશે કે તેઓ કેટલીક ફાર્માસ્યુટિકલ કંપનીઓના ફાયદા માટે વિકાસશીલ દેશોના લોકોના જીવનને જોખમમાં ન નાખી શકે.વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ભાવિ  મહામારીને પહોંચી વળવા આંતરરાષ્ટ્રીય કરાર પર સહમત થવા માટે તમામ 194 સભ્ય દેશોની ત્રણ દિવસીય વિશેષ બેઠક સોમવારે શરૂ થશે. જોકે, પશ્ચિમી રાજદ્વારીઓનું કહેવું છે કે અમેરિકા આ ​​સંબંધમાં કોઈપણ કાયદાકીય જવાબદારીની વિરુદ્ધ છે.

Exit mobile version