Site icon Revoi.in

યે રિશ્તા ક્યા કહેલાતા હૈ, ગુમ હૈ કિસીકે પ્યાર મેં અને અનુપમામાં આવશે જબરદસ્ત ટ્વિસ્ટ

Social Share

મુંબઈ: અનુપમા,યે રિશ્તા ક્યા કહેલાતા હૈ અને ગુમ હૈ કિસી કી પ્યાર મેં હંમેશા તેમની વાર્તાઓને કારણે TRP યાદીમાં સ્થાન મેળવે છે. આવનારા સમયમાં આ સિરિયલોમાં જબરદસ્ત ટ્વિસ્ટ જોવા મળવાના છે.

યે રિશ્તા ક્યા કહેલાતા હૈ

યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં અભિમન્યુ અને અક્ષરાના લગ્ન થઈ ગયા છે પરંતુ તેમને ટૂંક સમયમાં તેમના જીવનમાં નવા પડકારોનો સામનો કરવો પડશે. લગ્ન પછી અક્ષરાને સાસરિયાઓ સાથે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં હર્ષદ ચોપડા અભિમન્યુ બિડલાના રોલમાં જોવા મળે છે જ્યારે પ્રણાલી રાઠોડ અક્ષરા ગોએન્કાના રોલમાં છે.આ શોમાં કરિશ્મા સાવંત આરોહીના રોલમાં છે.

અનુપમા

અનુપમામાં અનુજ અને અનુપમાની સંગીત સેરેમની શરૂ થઈ ગઈ છે. અનુપમા અને અનુજને તેમના બાળકો સાથે ખુશ જોઈને વનરાજ ગુસ્સે થઈ જશે. વનરાજ અનુજને કહે છે કે જો તે તેના બાળકોની નજીક જવાનો પ્રયત્ન કરશે તો તે અનુપમાને તેની પાસેથી દૂર લઈ જશે. જ્યારે અનુજ વનરાજ પર ગુસ્સે થાય છે,તો બીજી તરફ રાખી બાપુજીનો મેડિકલ રિપોર્ટ તેને સોંપે છે.આ શોમાં રૂપાલી ગાંગુલી, સુધાંશુ પાંડે અને ગૌરવ ખન્ના મુખ્ય ભૂમિકામાં છે.

ગુમ હે કિસીકે પ્યાર મે

સઈ કોલેજમાં ટોપ કરશે અને ભવાની વિરાટ પર દબાણ કરવાનું શરૂ કરશે અને તે વિરાટને જલ્દી પિતા બનવા માટે કહે છે. ટીવી શો ગુમ હૈ કિસી કે પ્યાર મેંમાં આયેશા સિંહ સઈ જોશીની ભૂમિકામાં છે, જ્યારે નીલ ભટ્ટ વિરાજ અને ઐશ્વર્યા શર્મા ભટ્ટ પાખીના રોલમાં જોવા મળે છે.

Exit mobile version