Site icon Revoi.in

તમે પણ ઘર ઘરના દરવાજા પર કરો આ શુભ નિશાન, સુખ ,શાંતિ અને સકારાત્મકતાનું છે પ્રતિક

Social Share

હિન્દુ ઘર્મ પ્રમાણે સ્વસ્તિક ખૂબ જ શુભ હોય છે. સ્વસ્તિકને સતિયા પણ કહેવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રમાં પણ ઘરના મુખ્ય દ્વાર પર સ્વસ્તિક બનાવવું સારું માનવામાં આવે છે.આ સાથે જ તમે શુભ ્ને લાભ પણ લખી શકો છો સ્વસ્તિકની આજુ બાજુ શુભ અને લાભ લખવાથી ઘર કે ઓફીસનું વાતાવરણ સકારાત્મક બને છે .

આપણા ઘર કે કાર્યાલયના મુખ્ય દરવાજા પર સ્વસ્તિક બનાવતી વખતે ધ્યાનમાં રાખો કે તમારે સિંદૂરથી જ સ્વસ્તિક બનાવવાનું છે. સિંદૂરથી બનેલું સ્વસ્તિક ઘરમાં સુખ-સમૃદ્ધિનો માર્ગ ખોલનાર માનવામાં આવે છે.સ્વસ્તિકની સાઈઝનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. ઘર મુખ્ય દરવાજાથી શરૂ થાય છે, તેથી અહીં સ્વસ્તિક પણ મોટા કદનું બનેલું છે.

આ સાથે જ મુખ્ય દ્વાર સિવાય ઘરના આંગણાની વચ્ચે સ્વસ્તિક પણ બનાવી શકાય છે. એવું માનવામાં આવે છે કે તેના કારણે પૂર્વજો આંગણામાં નિવાસ કરે છે અને તેમને આશીર્વાદ આપે છે.એકવાર મુખ્ય દ્વાર પર સ્વસ્તિક બનાવ્યા પછી, ત્યાં આસપાસ પગરખાં અને ચપ્પલનો ઢગલો ન થવા દો.તેના પર પગ રાખીને ચાલો પણ નહી તેની સાઈડમાંમથી પસાર થાઓ.

તમારા ઘરની સામે કોઈ વૃક્ષ અથવા થાંભલો જુઓ છો, તો તે નકારાત્મક ઉર્જાનું પ્રતીક બની શકે છે. તેના અશુભ પ્રભાવથી બચવા માટે દરરોજ મુખ્ય દ્વાર પર સ્વસ્તિક બનાવવું શુભ માનવામાં આવે છે.જ્યારે પણ તમે મુખ્ય દરવાજા પર સ્વસ્તિક બનાવો ત્યારે ધ્યાન રાખો કે ત્યાં હંમેશા સ્વચ્છતા હોવી જોઈએ. દરવાજા પાસેથી ધૂળ અને ગંદકી પહેલા સાફ કરી લેવી જોઈએમુખ્ય દ્વાર પર બનાવેલા સ્વસ્તિકની આસપાસ પીપળા, કેરી અથવા અશોકના પાંદડાની માળા બાંધવી પણ શુભ છે.