Site icon Revoi.in

બસ હવે આટલા રૂપિયામાં કરી શકાશે યુરોપની ટ્રીપ

Social Share

મોટાભાગના લોકો વિદેશોમાં ફરવાનું વધારે પસંદ આવે છે, પણ ખર્ચના કારણે તેઓ પહોંચી શકતા નથી. જ્યારે પણ ફરવાનો વિચાર આવે ત્યારે ખર્ચનો પણ વિચાર આવે છે પણ યુરોપના કેટલાક દેશ એવા પણ છે કે જ્યાં ઓછા ખર્ચામાં વધારે સમય ફરી શકાય છે.

જો વાત કરવામાં આવે બુલ્ગરિયાની તો પોતાની સુંદરતા અને ખૂબ જ આકર્ષક પહાડો અને રેતાળ સમુદ્ર તટોથી હજારો પ્રવાસીઓને પોતાની તરફ ખેચતો આ દેશ બુલ્ગારિયા પણ ખૂબ જ સુંદર છે. અહીં ભોજન અને રહેવાનું દૈનિક બજેટ એટલે કે માત્ર 1500 થી 2000 રૂપિયાની વચ્ચે છે. તમે નોઈડા, ગાઝિયાબાદ અને દિલ્હી જેવા શહેરોમાં કોઈપણ સ્ટ્રીટ ફૂડ માર્કેટમાં આટલી રકમ સરળતાથી ખર્ચી શકો છો.

ક્રોએશિયા દરિયાકિનારા, વાદળી પાણી અને અદભૂત ટાપુઓથી ઘેરાયેલું છે. તમે અહીં બોટિંગ, સ્નોર્કલિંગ અને કયાકિંગ જેવી એડવેન્ચર એક્ટિવિટી પણ કરી શકો છો. અહીં તમારા એક દિવસના રહેવા અને ખાવાનો કુલ ખર્ચ માત્ર 3000 થી 4000 રૂપિયા પ્રતિ દિવસ હશે.

સ્લોવાકિયાનો જૂનો શાહી મહેલ, બ્રાતિસ્લાવન અને સુંદર પહાડો અહીં આકર્ષણના જબરદસ્ત કેન્દ્રો છે. આખા વર્ષ દરમિયાન વિદેશી પ્રવાસીઓનો મેળાવડો રહે છે. અહીં ફૂડ અને હોટલનો ખર્ચ 2000 થી 4000 રૂપિયાની આસપાસ બેસે છે.

દક્ષિણ યુરોપમાં સ્થિત પોર્ટુગલ તેના સુંદર દરિયાકિનારા, સ્વાદિષ્ટ ફૂડ આઈટમ અને સુંદર ગ્રામ્ય વિસ્તારો માટે પ્રખ્યાત છે. આ દેશ સર્ફિંગ અને ગોલ્ફ પ્રવૃત્તિઓ માટે પ્રખ્યાત છે. પોર્ટુગલના ફાડો મ્યુઝિકના કારણે આ સ્થાને ઘણી લોકપ્રિયતા મેળવી છે.