Site icon Revoi.in

તમારા બાળકોને હેલ્ઘી રાખવા માટે તેમને આટલી આદત પાડવી જરુરી

Social Share

આજની ભાગદોળ વાળી લાઈફમાં દરેક લોકો પોતાના બાળકની પુરતી કાળજી રાખી શકતા નથી ત્યારે આવી સ્થિતિમાં તમારે તમારા બાળકને ખાસ એવી આદતો પાડવી જોઈએ કે જેથી તેઓ જાતે પણ હેલ્ધી રહી શકે.બાળકોમાં બદલાતી આદતો અને વ્યસ્ત દિનચર્યાને કારણે ભૂખ પણ દરરોજ બદલાય છે. ક્યારેક તેમનું મન ઓછું ખાવા માંગે છે તો ક્યારેક તેમની ભૂખ એટલી વધી જાય છે કે તેને ઓછી કરવી મુશ્કેલ બની જાય છે. આવી સ્થિતિમાં માતાપિતાએ વધુ ચિંતા કરવાની જરૂર નથીમણે માત્ર એટલું જ ધ્યાનમાં રાખવાનું છે કે બાળકો પૌષ્ટિક ખોરાક લે, તેથઈ બાળક સ્વસ્થ રહે.

બાળકોને આટલી બાબતની પાડો ટેવ

મહત્વની વાત છે કે બાળકોમાં શરીર અને મન બંનેનો વિકાસ થાય છે. આવી સ્થિતિમાં જો તેઓ પૌષ્ટિક આહાર ન લે તો તેમના સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનો શિકાર થવાનું જોખમ વધી જાય છે.

બાળકોને સ્વસ્થ રાખવા માટે તેમનામાં ફળ અને શાકભાજી ખાવાની ટેવ હોવી જરૂરી છે. આવી સ્થિતિમાં, જો તેઓ અનિચ્છા અનુભવે છે, તો તેમને સર્જનાત્મક રીતે પૌષ્ટિક ખોરાક આપો, અને આ બધાના ફાયદા પણ જણાવો..

ખાસ કરીન નાની વયે બાળકોને બહારના રેડીમેટ પીણા આપવાનું ચટાળો જે પેટને લાંબાગાળે ખારબ કરે છે તેના બદલે તમે ફ્રૂટ જ્યૂસ કે ઘરે પીણા બનાવીને પીવડાવો તો વધારે સારુ રહે છે

જ્યારે પણ બાળકો બહાર જતા હોય ત્યારે તેમની સાથે પાણીની બોટલ હોવી જોઈએ. ઉનાળાની ઋતુમાં વધુને વધુ પાણી પીવાની ટેવ પાડો. જેના કારણે તેઓ સ્વસ્થ પણ રહેશે અને તેમનામાં ચપળતા પણ રહેશે. ધ્યાનમાં રાખો કે તેઓ વધુ પડતા ઠંડા પીણાનું સેવન ન કરે.

ઘણી વખત જોવામાં આવ્યું છે કે બાળકો નાસ્તો નથી કરતા, જેના કારણે તેઓ નબળા પડી જાય છે અને તેમનામાં કોઈ પણ કામ કરવાની એનર્જી નથી હોતી. તેથી, તેમનામાં સવારના નાસ્તાની આદત લગાવો, આનાથી તેઓ સ્વસ્થ રહેશે અને તેમનામાં ઊર્જાની કમી નહીં રહે.

Exit mobile version