Site icon Revoi.in

સરકારી રાશન લેવા આવેલા વ્યક્તિની ઠાઠ જોઈને તમે પણ ચોંકી જશો,વિડીયો થયો વાયરલ  

Social Share

કોઈ પણ ભૂખ્યું ન રહે, જેથી ગરીબી રેખા નીચે જીવતા લોકોને લાભ મળે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો વિવિધ યોજનાઓ ચલાવી રહી છે.પરંતુ વાસ્તવિકતા કદાચ ઘણી દૂર છે. પંજાબમાંથી આવો જ એક વીડિયો સામે આવ્યો છે, જે રાજ્ય સરકારની રાશન યોજનાની વાસ્તવિકતા જણાવી રહ્યો છે.વાયરલ વીડિયોમાં એક વ્યક્તિ મર્સિડીઝ કારમાં BPL ક્વોટામાંથી મળતા સસ્તા રાશનની બોરીઓ રાખતો જોવા મળે છે.વાહનનો નંબર પણ વીઆઈપી હોવાનું જાણવા મળે છે.આ વીડિયો હોશિયારપુરનો જણાવવામાં આવી રહ્યો છે.

સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે રાશન ડેપોની બહાર એક મર્સિડીઝ કાર ઊભી છે. ડ્રાઈવર ડેપો હોલ્ડર પાસે જાય છે અને ત્યાંથી સસ્તા રાશનની બોરીઓ લઈ લક્ઝરી કારની ડીકેમાં મુકે છે અને ત્યાંથી નીકળી જાય છે. આ સમગ્ર ઘટનાને ત્યાં હાજર કોઈ વ્યક્તિએ મોબાઈલ ફોનથી રેકોર્ડ કરી, વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર ડેપો હોલ્ડરનું નામ અમિત કુમાર છે.તેમનું કહેવું છે કે મર્સિડીઝ વાળી વ્યક્તિ પાસે BPL કાર્ડ હતું.તે એમ પણ કહે છે કે સરકારે સૂચના આપી છે કે જેની પાસે ગરીબ કાર્ડ છે, તેણે રાશન આપવું પડશે.જોકે, જ્યારે ડેપો હોલ્ડરને પૂછવામાં આવ્યું કે મર્સિડીઝ મેનનું કાર્ડ કેવી રીતે બન્યું તો તેણે આ અંગે કંઈપણ કહેવાનો ઈન્કાર કર્યો હતો.

સ્થાનિક પત્રકાર પરમીત સિંહ બિદૌલીએ ટ્વિટર પર વીડિયો શેર કર્યો અને લખ્યું, ‘પંજાબ સરકાર દ્વારા આટા દાલ યોજના હેઠળ મફત ઘઉં ખરીદવા માટે એક વ્યક્તિ મર્સિડીઝથી પહોંચ્યો હતો.પરમીતના જણાવ્યા અનુસાર, આ વીડિયો હોશિયારપુરના નાલોય ચોકનો છે.