Site icon Revoi.in

તમે પણ કહેશો, ઓહ શાનદાર શોર્ટ… એક હાથમાં ચાનો કપ, બીજા હાથમાં બેટ, શૉટ્સ મારતા એક વ્યક્તિનો જૂનો વીડિયો થયો વાયરલ

Social Share

દેશમાં ક્રિકેટના ચાહકોની સંખ્યા કરોડોમાં છે ત્યારે તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક શાનદાર વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક વ્યક્તિના એક હાથમાં ચાનો કપ જોવા મળે છે જ્યારે બીજા હાથમાં બેટ જોવા મળે છે અને આ વ્યક્તિ એવો શોર્ટ મારે છે કે સૌ કોંઈની આંખો ખુલીને ખુલી રહી જાય છે.

આ વીડિયો IAS ઓફિસર આનંદીએ શેર કરે છે: આ વીડિયો જોઈને તમારા ચહેરા પર પણ સુંદર સ્મિત ખીલી ઉઠશે. જો કે આ વીડિયો જૂનો છે, પરંતુ ફરી એકવાર તે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

હાલમાં જ વાયરલ થઈ રહેલો આ વીડિયો થોડો અલગ અંદાજમાં છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ કેવી રીતે બેટ-બોલથી રમી રહ્યો છે. આ દરમિયાન તેના એક હાથમાં ચાનો કપ અને બીજા હાથમાં બેટ છે. નવાઈની વાત એ છે કે વ્યક્તિ ચા પીતી વખતે શોટ લઈ રહ્યો છે. વીડિયોમાં તમે જોશો કે તે એક પણ બોલ મિસ કરી રહ્યો નથી. વીડિયોમાં દેખાતી વ્યક્તિનું પરાક્રમ જોવા જેવું છે. 

 

Exit mobile version