Site icon Revoi.in

ડ્રાઈવિંગ ટેસ્ટ આપ્યા વિના મળશે  લાયસન્સ,તાલિમ કેન્દ્રો પર ઉચ્ચ ગુણવત્તાની અપાશે ટ્રેનિંગ- હાઈવે મંત્રાલય

Social Share

દિલ્હીઃ-કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલય દ્રારા શુક્રવારે માન્યતા પ્રાપ્ત ડ્રાઈવર તાલીમ કેન્દ્રો માટે સૂચના આપી હતી. સૂચના મુજબ આ કેન્દ્રો પર લોકોને ઉચ્ચ ગુણવત્તાની ડ્રાઇવિંગ તાલીમ આપવામાં આવશે.

આ ટેસ્ટમાં  સફળ થનારાઓએ ડ્રાઇવિંગ લાઇસન્સ લેતી વખતે ફરીથી ડ્રાઇવિંગ પરીક્ષા આપવાની રહેશે નહીં. તેમને ડ્રાઇવિંગ ટેસ્ટમાંથી મુક્તિ મળશે. મંત્રાલયે કહ્યું કે આ કેન્દ્રોમાં તમામ તાલીમ સુવિધાઓ તેમજ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક હશે, જેથી ઉમેદવારોને ઉચ્ચ ગુણવત્તાની તાલીમ આપવામાં આવશે.

કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે આ બાબતે જણાવ્યું હતું કે મોટર વાહન અધિનિયમ, 1988 હેઠળ આ કેન્દ્રો પર રેમિટિયલ અને ‘રીફ્રેશર’ અભ્યાસક્રમો ઉપલબ્ધ કરાવાશે. મંત્રાલયે માન્ય ડ્રાઇવર તાલીમ કેન્દ્રો માટે ફરજિયાત નિયમો જાહેર કર્યા છે.

આ નિયમો 1 જુલાઈ, 2021 થી અમલમાં આવશે. મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આવા માન્યતા પ્રાપ્ત તાલીમ કેન્દ્રોથી ડ્રાઇવિંગની તાલીમ મેળવ્યા બાદ તે ડ્રાઇવરોને ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવામાં  મોટી મદદ મળી રહેશે

Exit mobile version