Site icon Revoi.in

યુવતીઓએ હાફ સ્લિવની ટી-શર્ટ પર આ પ્રકારના બોટમવેરની કરવી જોઈએ પસંદગી, મળશે શાનદાર અને કૂલ લુક

Social Share

દરેક ગર્લ્સ ઈચ્છે છે કે તે પોતે શાનદાર લુક મેળવે આ માટે ખાસ પોતાના કપડાનું ધ્યાન આપે છે,જો આજકાલની ફેશનની વાત કરવામાં આવે તો સિમ્પલ વેસ્ટર્ન લૂકમાં ટી શર્ટનો જોરદાર ક્રેઝ ચાલી રહ્યો છે માર્કેટમાં સસ્તામાં સસ્તી અને મોંધામાં મોંધી ટીશર્ટ આકર્ષણ બની રહી છે,એમા પણ ખાસ કરીને શોર્ટ સ્લિવ વાળી ટિ-શર્ટને કોલેજ ગર્લ્સ વધુ પસંદ કરી રહી છે તેનું કારણ છે કે તે આરામ દાયક છે સાથે સાથએ દરેક બોટમવેરમાં મેચ થઈ શકે છે.

જો શોર્ટ ટી-શર્ટની વાત કરીએ તો આમા ખાસ કરીને કોટનના મટરિયલ્સની પસંદગી વધુ થી રહી છે આ ટિશર્ટ તમને જીન્સના શોર્ટ પર આકર્ષક લૂક આપે છે,ઘણા લોકો શોર્ટમાં ઈન્શર્ટ પણ કરે છે જે શાનદાર લૂક આપે છે.

બીજી તરફ આ શોર્ટ ટિશર્ટ હવે પ્લાઝો સાથે પણ કેરી કરવામાં આવી રહી છે જ્યારે ગરમી હોય છે ત્યારે પ્લાઝો આરામદાયક અને સ્ટાઈલિશ લૂક આપે છે,જેમાં ગરમી લાગતી નથી અને ટી-શર્ટ પ્લાઝોની પેર પણ શાનદાર લાગે છે

હવે વાત કરીએ શોર્ટ કે લોંગ સ્કર્ટની તો આ બન્ને સ્કર્ટમાં હાફ સ્લિવની ટી-શર્ટ યુવતીઓને આરામદાયક અને શાનદાર લૂક આપવાની સાથે કમ્ફર્ટેબલ પણ લાગે છે.

જો જીન્સની વાત કરીએ તો જીન્સ તો એવરગ્રીન ફેશન છે,જો તમે વર્કિંગ વૂમેન છો તો વિકેન્ડ પર ટી-શર્ટ સાથે જીન્સ કેરી કરી શકો છો જે આકર્ષક લાગે છે સાથે આરામદાયક પણ છે.

આજકાલ ડંગરીની ફેશનની વાત કરીએ તો ડંગરી બે બેલ્ટ વાળું ટોપ છે જેની અંદર શઓર્ટ સ્લિવની ટી-શર્ટ પહેરવામાં આવે છે જે ખૂબ જ અલગ લૂક આપે છે.

Exit mobile version