Site icon Revoi.in

વરસાદની સિઝનમાં પણ રહેશે તમારી ફેશન બરકરાર , બસ યુવતીઓએ જાણીલેવી જોઈએ આ ફેશન ટિપ્સ

Social Share

હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે ત્યારે યવતીઓ પણ પોતાની ફેશનને લઈને સજાગ થવું જોઈએ ઘણી વખત ભીંજાવાના ભયથી ઓફીસમાં પણ  ઘરના કપડા પહેરીને જતી રહેતી હોય છે જો કે હવે અમે તમને કેટલીક ટિપ્સ બતાવીશું જેનાથી તમારી ફેશન જળવાઈ  રહેશે અને તમે સ્ટાઈલિશ પણ દેખાઈ શકશો.

ખાસ કરીને ચોમાસામાં સફેદ કપડા પહેરવાનું ટાળવું જોઈએ આ પ્રકારના કપડા જલ્દી ગંદા થાય છે સાથે જ ખુલ્લા કલરના કપડા પહેરવાનું પણ ટાળો બને ત્યા સુધી ડાર્ક કલરના કપડા પહેરો.આ સાથે જ આ કપડાં ભીંજાઈને પારદર્શક બની જાય છે જેનાથી તમે અસહજ થઈ શકો છો.

ખાસ કરીને આ મોસમમાં ઘૂંટણ સુધીની લંબાઈ ધરાવતા સ્કર્ટ કે ફ્રોક બેસ્ટ રહેશે. જે તમને આરામદાયક પણ લાગશે અને કપડાં ગંદા થવાનો ડર પણ નહીં રહે. સાથે તમે સ્ટાઈલિશ પણદેખાઈ શકો છો,તેના સાથએ તમે ક્રોપ ટોપ પહેરી શકો છો.

તમે માર્કેટમાં મળતા મોનસુન ચપ્પલની પસંદગી કરી શકો છો, આ ચપ્પલ તમારી સુંદરતામાં વધારો કરે છે. આ સાથે જ તમે વનપીસ પહેરી શકો છો ઘુંટણ સુધીના વનપીસ તમને વરસાદમાં કમ્ફર્ટેબલ લાગશે જો કે તેનું મટરિયલ્સ સારુ હોવું જોઈએ જે પારદર્શક ન હોય તે બાબતનું ધ્યાન રાખો

બને ત્યા સુધી ફિટ કપડા પહેરવાનું ટાળો જે ભીના થાય છે તો બોડીનો આકાર આરપાર દેખાઈ શકે છે. જેથી ઢીલા કપડા વધુ આરામદાયક રહેશે. તમે ઢીલા ટીશર્ટ, કુર્તી કે ટોપની તમે પસંદગી કરી શકો છો. લૂઝ ફિટિંગની જેકેટ પણ સ્માર્ટ લૂક આપશે.

વરસાદની મોસમમાં યોગ્ય કાપડની પસંદગી કરવી ખૂબ જ જરૂરી છે. કારણ કે ભીના કપડાંથી ફંગલ ઈન્ફેક્શન અને બેક્ટરિયલ ઈન્ફેક્શન થી જાય છે. આ સિઝન માટે સૌથી સારા કપડાં કોટનના છે. જે વરસાદમાં જલ્દી સુકાઈ જશે અને સાથે આરામદાયક પણ છે.