Site icon Revoi.in

બદલાઈ શકે છે તમારું વોટ્સએપ,કંપની નવી ડિઝાઈન પર કામ કરી રહી છે

Social Share

વોટ્સએપ કે જે હાલ વિશ્વના તમામ દેશના લોકો દ્વારા ઉપયોગ કરવામાં આવી રહ્યું છે. કરોડોની સંખ્યામાં તેના યુઝર્સ છે તે વોટ્સએપ હવે તેના યુઝર્સ માટે મોટો ફેરબદલ કરી શકે છે. વોટ્સએપ કંપની દ્વારા નવી ડિઝાઈન પર કામ કરવામાં આવી રહ્યું છે અને આવનારા સમયમાં વોટ્સએપમાં મોટો બદલાવ જોવા મળી શકે છે.

ફેસબુકની માલિકીની વોટ્સએપ વાતચીત અને ચેટ અનુભવને વધુ ઇન્ટરેક્ટિવ અને રસપ્રદ બનાવવા માટે તેના ઇન્ટરફેસમાં મોટા ફેરફારો કરી રહી છે. તાજેતરમાં, એક સ્ક્રીનશોટ લીક થયો હતો જે દર્શાવે છે કે વોટ્સએપ નવા ચેટ વેરિએન્ટ પર કામ કરી રહ્યું છે અને એ પણ કે કેવી રીતે નવા ફેરફારથી એપમાં વધુ સુધારો થશે.

આ ઇમોજી દ્વારા પ્રતિક્રિયા આપવાની સુવિધા ઇન્સ્ટાગ્રામ જેવી જ છે. કંપની તેની ડિઝાઇન પર પણ કામ કરી રહી છે. આ નવું વર્ઝન એન્ડ્રોઇડ બીટા યુઝર્સ માટે ઉપલબ્ધ છે. WABetaInfo મુજબ, કોઈ ચોક્કસ સંદેશ પર પ્રતિક્રિયા આપવાથી એક નાના વાતચીત બોક્સમાં ચેટ બબલ બનશે જે દરેકને તે જોવા મદદ કરશે કે સંદેશ પર કોણે પ્રતિક્રિયા આપી છે. નવી ડિઝાઇન વધુ ગોળાકાર ચેટ બબલ અને લીલા રંગનું નવું સંસ્કરણ આપી શકે છે. વોટ્સએપ બીટા કે જેમાં આ ફેરફારો છે તે એન્ડ્રોઇડ વર્ઝન 2.21.13.2 છે.

આ ઉપરાંત વોટ્સએપ દ્વારા અન્ય સુવિધા પણ આપવામાં આવી શકે છે, વોટ્સએપ તેના પર પણ કામ કરી રહ્યું છે. જેમ કે ડેસ્કટોપ યુઝર્સ માટે આર્કાઇવ ફીચર અને મલ્ટિ-ડિવાઇસ સપોર્ટ પર વોટ્સએપનો ઉપયોગ. નવી આર્કાઇવ સુવિધામાં, જો તે ચોક્કસ વ્યક્તિ પાસેથી ટેક્સ્ટ પ્રાપ્ત થાય, તો ચેટ આપમેળે અનઆર્કાઇવ થશે નહીં.