Site icon Revoi.in

ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતિ, અનેક કાર્યક્રમોનું થશે આયોજન

Social Share

રાજકોટ :રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125 મી જન્મજયંતિ વર્ષ નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા 28 મી ઓગસ્ટ એટલે કે આજે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમને રાજકોટ ખાતે કૃષિમંત્રી આર.સી.ફળદુના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાવામાં આવશે.

આજે સવારે ૧૦:૩૦ કલાકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સેનેટ હોલમાં યોજાનાર કાર્યક્રમની તૈયારી માટે અધિક કલેકટર કે.બી.ઠકકરના અધ્યક્ષ સ્થાને મિટીંગ મળી હતી. જેમાં કાર્યક્રમમાં સાંસ્કૃતિક કાર્યક્રમ, પુસ્તક વિતરણ સહિતના કાર્યક્રમ અંગે સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.

આ મિટિંગમાં પ્રાંત અધિકારી સિદ્ધાર્થ ગઢવી, યુવા વિકાસ અધિકારી ધર્મરાજ સિંહ વાઘેલા, જિલ્લા શિક્ષણાધિકારી બી.એસ કૈલા, સરકારી લાઇબ્રેરીના અધિકારી સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ઝવેરચંદ મેઘાણીનું ગુજરાતી સાહિત્યમાં ખુબ મોટું યોગદાન છે. લોકોને આજે પણ તેમના દ્વારા લખવામાં આવેલું લખાણ વાંચવુ ગમે છે. પોતાની લખવાની કળાથી જે નામના તેમણે મેળવી હતી તે આજે પણ મોટી સંખ્યામાં યુવાઓ માટે પ્રેરણારૂપ બની રહી છે.