Site icon Revoi.in

પંચમહાલ જીલ્લામાં મેધરાજાની મહેરઃપાવાગઢ ડુંગર પરથી પડતો પાણીનો પ્રવાહ જોવાનો અનેરો લ્હાવો

Social Share

ખુબ જ લોક પ્રિય માતાનો મઢ ગણતા પાવાગઢમાં ભારે વરસાદની એન્ટ્રી થઈ ચુકી છે ત્યારે પાવાગઢમાં આવેલા શ્રધ્ધાળુંઓ પણ અટવાયા હતા.ભારેથી અતિભારે વરસેલા વરસાદને કારણે પાવાગઢ ડુંગર ઉપરથી પાણીનો પ્રવાહ વેહતો જોવા મળ્યો હતો. પાવાગઢ ઉપર જવાના રસ્તાઓ પણ પાણીથી ઢંકાઈ ગયા હતા.ઉપર ચઢવા માટેના પગથીયાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.પગથીયા પરથી પાણીનો ધોધ વહેતો હતો. અને હાલમાં જ નવો બનાવામાં આવેલ સાત કમાન પાસેનો પુલ પણ તૂટ્યો હતો. પુલ તૂટવાના  કારણે વાહન ચાલકોને આવન જાનવ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.જ્યારે સુરક્ષાને ધ્યાનમાં લઈને રોપ-વે પણ બંધ કરવામાં આવી હતી. વરસાદના કારણે કેટલાક યાત્રીઓ ડુંગર પર ફસાયા હતા. જ્યારે ડુંગર પરથી નીચે આવવા માટે કોઈ બીજો રસ્તો ન હોવાથી યાત્રીઓ એ મુશ્કેલીનો સામવો કરવો પડ્યો હતો. આમ એક બાજપ ડુંગર પરથી પડતો પાણીનો પ્રવાહ અહલાદક લાગતો હતો તો બીજી બાજુ વધુ પડતા પાણીને કારણે યાત્રીઓ અટવાયો હતા