Site icon Revoi.in

પાકિસ્તાનમાં કેર બનીને ત્રાટકેલા ભારતીય વાયુસેનાના મિરાજ-2000 યુદ્ધવિમાનની ખાસિયતો

Social Share

પુલવામા આતંકી હુમલાનો બદલો લેતા ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનમાં એર સ્ટ્રાઈક કરી છે. જાણકારી મુજબ, ભારતીય વાયુસેનાના 12 મિરાજ-2000 યુદ્ધવિમાનોએ પાકિસ્તાનના બાલાકોટ ખાતેના જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાઓ પર 1000 કિલોગ્રામના બોમ્બ ફેંક્યા છે. આ હુમલામાં ભારતીય વાયુસેના દ્વારા મિરાજ-2000નો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમા જૈશ-એ-મોહમ્મદનો આલ્ફા-3 કંટ્રોલરૂમ તબાહ કરવામાં આવ્યો છે.

મિરાજ-2000 યુદ્ધવિમાનનું નિર્માણ દસૉ એવિએશન દ્વારા કરવામાં આવ્યું છે. આ કંપની દ્વારા જ રફાલ યુદ્ધવિમાનનું નિર્માણ થવાનુ છે અને તેના માટે ભારતે ફ્રાંસ સાથે કરાર કર્યો છે. દસૉએ મિરાજ-2000નું નિર્માણ મિરાજ-3ને રિપ્લેસ કરવા માટે કર્યું હતું. આ નિર્માણ એક હળવા ફાઈટર જેટ્સ તરીકે કરવામાં આવ્યું છે.

ક્યાં થયું છે નિર્માણ?

પહેલીવાર 1970માં ઉડાણ ભરી રહેલું મિરાજ-2000 ફ્રેન્ચ મલ્ટીરોલ અને સિંગલ એન્જિન ચોથી પેઢીનું ફાઈઠર જેટ છે. આ ફાઈટર જેટ વિભિન્ન દેશોની વાયુસેનામાં સેવારત છે. આ યુદ્ધવિમાનને વિભિન્ન વેરિએન્ટના સ્વરૂપમાં વિકસિત કરવામાં આવ્યું છે. બાદમાં આ જેટનું મિરાજ-2000 એન અને મિરાજ-2000 ડી સ્ક્રાઈક વેરિએન્ટ સંસ્કરણ પણ જાહેર કરવામાં આવ્યું હતું. વિમાનમાં સમયસમય પર વિભિન્ન ફેરફારો કરવામાં આવ્યા છે.

મારક ક્ષમતા

અત્યાર સુધીમાં 600 જેટલા મિરાજ-2000 યુદ્ધવિમાનનું નિર્માણ થઈ ચુક્યું છે અને લગભગ નવ દેશોમાં તે સેવારત છે. મિરાજ યુદ્ધવિમાન DEFA 554 ઓટોકેનથી સજ્જ છે. જેમાં 30 મીમી રિવોલ્વર પ્રકારન તોપ છે. તોપોમાં 1200થી લઈને 1800 રાઉન્ડ પ્રતિ મિનિટ ફાયર કરી શકાય છે. ઓક્ટોબર-1982માં ભારતે 36 સિંગલ સીટર સિલેન્ડર મિરાજ-2000 એચએસ અને 4 ટ્વિન સીટર મિરાજ-2000 ટીએસએસના ઓર્ડર આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ બંને નામમાં એચ શબ્દ હિંદુસ્તાનને સંબોધિત કરે છે.