Site icon Revoi.in

વિદ્રોહીઓ સામે અમેરિકા અને બ્રિટનનું સંયુક્ત ઓપરેશન, 12 ઠેકાણાઓ પર હુમલો

Social Share

નવી દિલ્હીઃ અમેરિકા અને બ્રિટને યમનમાં ઈરાન સમર્થિત આતંકી જૂથ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે. અમેરિકા અને બ્રિટને હુદાયદાહ બંદરગાહ સહિત 12 ઠેકાણા પર હુમલા કર્યા છે. હુથીઓએ તાજેતરમાં લાલ સમુદ્રમાં આંતરરાષ્ટ્રીય જહાજોને નિશાન બનાવતા આ હુમલાઓ કરવામાં આવ્યા છે. આ પહેલીવાર છે જ્યારે અમેરિકા અને બ્રિટને હુથી વિદ્રોહીઓ વિરુદ્ધ સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું છે. નોંધનીય છે કે યમનના હુથી વિદ્રોહીઓએ 9 જાન્યુઆરીએ લાલ સમુદ્રમાં અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો હતો. જેને અમેરિકન અને બ્રિટિશ નૌસેનાએ નિષ્ફળ બનાવ્યો હતો.

અમેરિકાના રાષ્ટ્રપતિ જો. બાઈડેને આ હુમલો કરવાની પુષ્ટી કરી છે. અમેરિકી સુરક્ષાબળોએ બ્રિટન, ઓસ્ટ્રેલિયા, બહેરિન, કેનેડા અને નેધરલેન્ડના સહયોગથી આ હુમલો કર્યો છે. બ્રિટીશ પ્રધાનમંત્રી ઋષિ સુનકે જણાવ્યું કે, આત્મસંરક્ષણ માટે હુમલો જરૂરી છે. આ પ્રકારના આતંકવાદી હુમલાઓને કારણે વેપારમાં મુશ્કેલીઓ થઈ રહી છે અને જરૂરી વસ્તુઓની કિંમત પણ વધી રહી છે. યમનમાં માનવીય સંકટ ઊભું થઈ રહ્યું છે. બ્રિટનની નૌસેના લાલ સાગર ક્ષેત્રમાં સતત એક્ટીવ રહેશે.