Site icon Revoi.in

નામિબિયાથી લાવવામાં આવેલા ચિત્તા ‘સાશા’ની કિડની ફેલ થતા કુનો નેશનલપાર્કમાં મોત

Social Share

દિલ્હીઃ- વિતેલા વર્ષ દરમિયાન દક્ષિણ આફ્રીકાના નામિબિયાથી ભારતમાં ચિતાઓ લાવવામાં આવ્યા હતા ત્યારે હવે આ ચિતામાંથઈ એક ચિતા સાશાનું કુનો નેશનલ પાર્કમાં મોત થયું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે

પ્રાપ્ત વિગત પ્રમાણે  મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં જે ચિતો મૃત્યુ પામ્યો છે તે આઠ ચિત્તાઓમાંથી એક છે જે ગયા વર્ષે જ નામિબિયાથી લાવવામાં આવ્યા હતા. અને પીએમ મોદીએ આ ચિત્તાઓને કુનો નેશનલ પાર્કમાં છોડ્યા હતા. માહિતી મુજબ, સાશા ઘણા સમયથી બીમાર હતી. અને આ બિમારીના કારણે સોમવારે તેનું મૃત્યુ થયું હતું.

ચિતા સાશા થોડા મહિના પહેલા જ બીમાર પડી હતી જેને સતત ઉલ્ટીની ફરિયાદ હતી ત્યારથી તેની શાક દેખભાળ ડોક્ટરર્સની સલાહ પ્રમાણે કરવામાં આવી રહી હતી. સારવાર દરમિયાન ડોક્ટરોને ખબર પડી કે શાશાની કિડની બરાબર કામ નથી કરી રહી.અને છેવટે તે તેનું મોતનું કારણ બન્યું.

સાશાની તબિયત જોઈને ડોક્ટરોની એક ખાસ ટીમ બોલાવવામાં આવી હતી, જેઓ સતત સાશાના સ્વાસ્થ્ય પર નજર રાખી રહ્યા હતા. આ મામલે નામિબિયા અને દક્ષિણ આફ્રિકાના નિષ્ણાતો સાથે પણ ચર્ચા કરવામાં આવી હતી.જો કે દરેક પ્રત્નો સાશાને બચાવવાના નિષ્ફળ રહ્યા હતા સોમવારે તેનું મોત થયું હતું.