Site icon Revoi.in

અમદાવાદમાં 10 ગ્રામ સોનાનો ભાવ 70,000ને વટાવી ગયો, જ્વેલર્સ કહે છે, હજુ પણ ભાવ વધશે

Social Share

અમદાવાદઃ સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. યુએસમાં વ્યાજના દરોમાં ઘટાડાની શક્યતા તેમજ ફગાવો વધતા સોનાના ભાવ રૂપિયા 70,000ની વિક્રમજનક લેવલ તરફ આગળ વધી રહ્યા છે. છેલ્લા એક મહિનામાં સોનાએ અસાધારણ પર્ફોમન્સ રજૂ કર્યું છે.

અમદાવાદ ખાતે સોના અને ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી જોવા મળી છે. અમદાવાદ ખાતે સોનું (99.9) 10 ગ્રામનો ભાવ રૂપિયા એક હજાર વધી રૂપિયા 70,500 થયા છે. જ્યારે સોનું (99.5) 10 ગ્રામનો ભાવ રૂપિયા એક હજાર વધી રૂપિયા 70,300 થયો છે. અમદાવાદ ચાંદી રૂપિયા 1,500 વધી રૂપિયા રૂપિયા 75,500 થયો છે. બજારના નિષ્ણાતોએ તાજેતરમાં જ સંકેત પાઠવ્યા છે કે ફુગાવાની નીતિ પોલિસી ઘડવૈયાઓની અપેક્ષાથી વધારે છે. અલબત જરૂરી નથી કે સોનાના ઉચ્ચ મૂલ્યાંકન માટે ખાસ વિગતવાર રજૂઆતની જરૂર નથી. જવેલર્સના મતે વૈશ્વિક સ્તરે ભૂ-રાજકીય સ્તરે જે તણાવની સ્થિતિ જોવા મળી રહી છે તેની સોનાના ભાવ પર અસર જોવા મળી રહી છે. અને હજુ પણ સોનાના ભાવમાં વધારો થાય તેવી શક્યતા છે.

સૂત્રોના કહેવા મુજબ અમેરિકા ફેડરલ રિઝર્વ દ્વારા વર્ષ 2024માં ત્રણ વખત વ્યાજ દરમાં ઘટાડો કરે તેવી આશંકા બાદ સોનાના ભાવ વિક્રમજનક સપાટીએ પહોંચ્યા છે. નિષ્ણાતોનું માનવું છે કે કિંમતો પર દબાણ ઓછું કરવાના વધુ સંકેત ફેડરલ રિઝર્વ દ્વારા દરોમાં ઘટાડો કરવાની આશાને મજબૂત કરી શકે છે. ખાસ કરીને ગાઝા અને યુક્રેન સાથે સાથે વ્યાપાર સંબંધિત વિશ્વમાં અનિશ્ચિતતાનો પણ સમાવેશ થાય છે. આ સ્થિતિમાં રોકાણકારો હવે સોના તરફ વળી રહ્યા છે.