Site icon Revoi.in

પશ્ચિમ બંગાળમાં સર્જાયો ગમખ્વાર અકસ્માતમાં 10 ના મોત

Social Share

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં ફૂડ ઝડપે પસાર થતી બસ રોડની સાઈડમાં ઊભેલી ટ્રક સાથે ધડાકા રચાતા સર્જાયેલા અકસ્માતમાં 10 વ્યક્તિઓના મોત થયા હોવાનું જાણવા મળે છે આપ બનાવની જાણ થતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતો કાફલો ઘટના સ્થળ ઉપર દોડી ગયો હતો તેમજ બચાવ કામગીરી હાથ ધરીને સારવાર અર્થે હોસ્પિટલ મોકલી આપ્યા હતા આ દુર્ઘટનામાં 30 થી વધુ ઘાયલ થયા હોવાનું જાણવા મળે છે. પોલીસે અકસ્માતો ચોક્કસ કારણ જાણવા માટે તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, પશ્ચિમ બંગાળના બર્ધમાન જિલ્લામાં એક ભયાવહ માર્ગ અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે, જ્યારે 30 યાત્રાળુઓને ગંભીર ઈજા પહોંચી છે. એક ખાનગી બસ ફુલસ્પીડે આવતી બસ રસ્તાની સાઈડલાઈન પર ઉભેલી ટ્રક પાછળ ધડાકાભેર અથડાઈ હતી. બસના આગળના ભાગનો બુકડો વળી ગયો હતો. બસમાં સવાર યાત્રાળુઓ તેમાં ફસાઈ ગયા હતા. આ બસ બિહારથી યાત્રાળુઓને લઈને આવી રહી હતી.

સ્થાનિક લોકોએ તુરંત જ પોલીસને ઘટનાની જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. જેમાં 10 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે 30 યાત્રાળુઓને ગંભીર ઈજા પહોંચતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

પ્રારંભિક માહિતી અનુસાર, ટ્રક રસ્તાની સાઈડલાઈનમાં ઉભી હતી. ત્યારે અચાનક પાછળથી બસ અથડાઈ હતી. બસ ફુલ સ્પીડમાં હોવાનું જણાય છે. જો કે, હજી સુધી વાસ્તવિક કારણ જાણી શકાયુ નથી. ઘટનાની જાણ થતાં બર્ધમાન જિલ્લા તંત્ર અને પોલીસ અધિકારીએ તુરંત બચાવ કામગીરી હાથ ધરી હતી. ક્રેનની મદદથી બસ અને ટ્રકને અલગ કરવામાં આવી હતી. ઈજાગ્રસ્તોને ગંભીર ઈજા થઈ હતી. દુર્ઘટનાથી વિસ્તારમાં શોકનો માહોલ છવાયો હતો.