1. Home
  2. Tag "police"

જામનગર અને બનાસકાંઠામાં એક વર્ષમાં 23 દરોડામાં 32 આરોપી ઝડપાયાં

અમદાવાદઃ ગુજરાતમાં નશાના કાળા કારોબારને નાથવા માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન રાજ્યમાં એક વર્ષમાં આવા ગુનાઓ આચરતા કુલ 43 આરોપીઓ સામે PIT NDPS ACT હેઠળ અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે. દરમિયાન જામનગરમાં એક વર્ષમાં 10 દરોડા પાડીને 19 અને બનાસકાંઠામાં 13 દરોડા પાડીને નશીલા દ્રવ્યો સાથે 13 આરોપીઓને ઝડપી લેવામાં […]

રાજ્યની જેલોમાં તપાસ અંગે શું કહેવું છે પોલીસ વડાનું જાણો….

અમદાવાદઃ રાજ્યની 17 જેટલી જેલમાં 1700થી વધારે પોલીસ અધિકારી-કર્મચારીઓએ સાગમડે દરોડા પાડીને તપાસ કર્યાં હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ  કાર્યવાહી કરવામાં આવી હતી. દરમિયાન કેટલીક જેલોમાંથી મોબાઈલ સહિતની પ્રતિબંધિત વસ્તુઓ મળી આવી હોવાનું જાણવા મળે છે. રાજ્યની જેલોમાં કોઈ પણ પ્રકારની ગેરકાયદે પ્રવૃતિ ચાલે છે કે કેમ તેની […]

ગુજરાતમાં ગુનાખોરીનું પ્રમાણ ઘટ્યું, સાયબર ક્રાઈમના કેસ અટકાવવા એક્શન પ્લાન તૈયાર કર્યો

અમદાવાદઃ વિધાનસભા ખાતે ગૃહ વિભાગની માંગણીઓ પરની ચર્ચાનો જવાબ આપતા મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, રાજ્યની પોલીસ આજે ગુનાઓ પકડવાની સાથે સાથે સામાજિક જવાબદારીઓમાં પણ સહભાગી બનીને નાગરિકોની સેવામાં સેવાવૃત બની છે તે આપણા સૌ માટે ગૌરવ છે. રાજ્યના યુવાનોને નશાની ચુંગલમાંથી મુક્તિ અપાવવી એ જ અમારો નિર્ધાર છે ત્યારે દારૂના દુષણને ડામવા માટે […]

વાહન અકસ્માતમાં દીકરી ગુમાવનાર પરિવારજનોએ વાહન ચાલકોમાં હેલ્મેટનું કર્યુ વિતરણ

નવી દિલ્હીઃ સ્કુટર અને બાઈક સહિતના ટુ-વ્હીલર વાહનના ચાલકો માટે સરકાર દ્વારા હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે. એટલું જ નહીં કાયદાનું ચુસ્ત પાલન થાય તે માટે સરકાર અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા પગલા લેવામાં આવી રહ્યાં છે. તેમ છતા અનેક વાહન ચાલકો હેલ્મેટ પહેરવાનું ટાળે છે. આવા વાહન ચાલકોની આંખો ખોલતો એક કિસ્સો મધ્યપ્રદેશમાં સામે […]

ઉમેશ પાલ હત્યાકેસઃ અશરફને જેલના કેટલાક કર્મચારીઓ જરુરી સુવિધા પુરી પાડતા હતા

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં ચકચારી ઉમેશ પાલ હત્યા કેસમાં રોજ નવા-નવા ચોંકાવનારા ખુલાસા થયાં છે. અમદાવાદની સાબરમતી જેલમાં બંધ કુખ્યાત અતિક અને બરેલી જેલમાં બંધ તેનો ભાઈ અશરફે સમગ્ર કાવતરુ ઘડ્યું હતું. આ પ્રકરણમાં બરેલી જેલના કેટલાક કર્મચારીઓની પણ શંકાસ્પદ ભૂમિકા સામે આવી છે. જેલના કેટલાક કર્મચારીઓ અશરફને જેલ સંકુલમાં જ તેના સાગરિતો સાથે મુલાકાત કરાવતો હતો. […]

સાબરકાંઠામાં ખેલાયો ખુની ખેલઃ કૌટુંબિક તકરારમાં પાંચ વર્ષના બાળક સહિત 3 વ્યક્તિઓની હત્યા

અમદાવાદઃ ઉત્તર ગુજરાતના સાબરકાંઠામાં એક-બે નહીં પરંતુ 3 વ્યક્તિઓની હત્યાની ઘટના સામે આવતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે. પોશીના તાલુકામાં કૌટુંબિક ઝઘડામાં પાંચ વર્ષના બાળક સહિત 3 વ્યક્તિઓની હત્યા થઈ હતી. આ બનાવની જાણ થતા સ્થળ પર દોડી ગયેલી પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર જીજણાટ ગામમાં રહેતો રમેશ ઉદાભાઈ […]

UPમાં ગુનેગારોને યોગીનો ડર, ભૂલ થયાનું લખાણ લખેલુ બોર્ડ ગળામાં ભરાવી પોલીસ સમક્ષ થયો હાજર

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં યોગી સરકારે ગુનાખોરીને ડામવા માટે પોલીસને છુટો દાર આપ્યો છે. બીજી તરફ પોલીસની કામગીરીથી ગુનેગારોમાં ભય ફેલાયો છે. દરમિયાન એક ગુનેગાર મુઝફ્ફરનગરમાં ગળામાં મારાથી ભૂલ થઈ ગઈ તેવુ લખાણ લખેલુ પ્લેકાર્ડ લટકાવીને પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું હતું. સુત્રોના જણાવ્યા અનુસાર પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરનારા ગુનેગારના બે સાથીદારોની મન્સુરપુર પોલીસે દુધાહેડી જોહરા માર્ગ પરથી […]

ગુજરાતમાં એક વર્ષમાં 1900 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું, ડ્રગ્સનું નેટવર્ક તોડી પાડવા પોલીસનો એક્શન પ્લાન

અમદાવાદઃ ગુજરાતમાં યુવા પેઢીને નશાખોરીને રવાડે ચડતા અટકાવવા અને ડ્રગ્સના નેટવર્કને તોડી પાડવા માટે પોલીસ દ્વારા વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન એક વર્ષના સમયગાળામાં પોલીસે વિવિધ વિસ્તારોમાંથી લગભગ 1900 કરોડથી વધુની કિંમતનો જથ્થો જપ્ત કર્યો છે તેમજ નશાનો કાળો કારોબાર કરતા અનેક આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. પાકિસ્તાન, ઈરાન અને અફઘાનિસ્તાન […]

નવી મુંબઈઃ ગેરકાયદે વસવાટ કરતા ચાર બાંગ્લાદેશી નાગરિકોની અટકાયત

મુંબઈઃ દેશમાં ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશ તથા અન્ય દેશના નાગરિકોને ઝડપી લેવા માટે સુરક્ષા એજન્સીઓએ અભિયાન હાથ ધર્યું છે. દરમિયાન મહારાષ્ટ્રમાં નવી મુંબઈથી એટીએસની ટીમે ચાર જેટલા બાંગ્લાદેશી ઘુસણખોરોને ઝડપી લેવા હતા. તેમજ તેમને પરત તેમના દેશ મોકલી આપવા માટે કવાયત શરૂ કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર નવી મુંબઈમાં ગેરકાયદે રીતે કેટલાક બાંગ્લાદેશી નાગરિકો […]

હિમાચલ પ્રદેશઃ પૂરઝડપે પસાર થતા શ્રમિકોને કારે અડફેટે લીધા, પાંચના મોત

નવી દિલ્હીઃ હિમાચલ પ્રદેશમાં કાલકા-શિમલા નેશનલ હાઈવે પર કામ પર જઈ રહેલા મજૂરોને પૂરઝડપે પસાર થતી મોટરકારે અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં પાંચ પરપ્રાંતિય મજૂરોના મોત થયા હતા. જ્યારે ચાર રાહદારીઓને ઈજા થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર માટે સામુહિક આરોગ્ય કેન્દ્ર ધરમપુર ખાતે લઇ જવાયા હતા. જ્યાંથી એક મજૂરની […]