Site icon Revoi.in

અમદાવાદમાં સ્માર્ટ પાર્કિંગ મોડેલ હેઠળ AMCના 102 પ્લોટ પાર્કિંગ માટે ફાળવાયા

Social Share

અમદાવાદ, 10 જુલાઈ 2026: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે શરૂ કરાયેલું ‘સ્માર્ટ પાર્કિંગ મોડેલ’ નાગરિકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહ્યું છે.

AMCએ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા પોતાના 102 ખુલ્લા પ્લોટ્સને આયોજનબદ્ધ રીતે પાર્કિંગ માટે ફાળવવાનો નિર્ણય લીધો છે.ટ્રાફિકમાં રાહત ખાસ કરીને સરખેજ, જોધપુર, મકરબા અને પ્રહલાદનગર જેવા કોમર્શિયલ વિસ્તારોમાં રસ્તા પર થતા આડેધડ પાર્કિંગમાં મોટો ઘટાડો નોંધાયો છે.આવકમાં વધારો આ પ્લોટ્સ નિર્ધારિત જંત્રી દરના આધારે સંસ્થાઓને ભાડે આપવાથી AMCને રૂ. 2.62 કરોડથી વધુની આવક થઈ છે, જેમાં સાઉથ વેસ્ટ ઝોનનો હિસ્સો 53 લાખ રૂપિયા જેટલો છે.

વધુ વિસ્તારોનો સમાવેશ આગામી સમયમાં સી.જી. રોડ અને સાયન્સ સિટી રોડ પર પણ આ સ્માર્ટ પાર્કિંગ સિસ્ટમ લાગુ કરવામાં આવશે.ઈમરજન્સી સેવામાં સુધારો પાર્કિંગના સુદૃઢ આયોજનની સીધી અસર ઇમરજન્સી સેવાઓ પર પણ જોવા મળી છે. 108 એમ્બ્યુલન્સનો સરેરાશ રિસ્પોન્સ ટાઈમ જે જાન્યુઆરી 2024માં 10 મિનિટ 02 સેકન્ડ હતો, તે જાન્યુઆરી 2026માં ઘટીને 8 મિનિટ 8 સેકન્ડ થઈ ગયો છે.AMCના આ પ્રોજેક્ટથી શહેરના ટ્રાફિક મેનેજમેન્ટમાં સુધારો આવવાની સાથે કોર્પોરેશનની આવકમાં પણ વધારો થયો છે.

વધુ વાંચો: ગાંધીનગરના સેક્ટર-16ની કેનેરા બેન્કમાં શોર્ટ સર્કિટથી લાગી આગ

Exit mobile version