Site icon Revoi.in

108 સેવા: દુર્ગમ પહાડી વિસ્તારમા નેટવર્ક સમસ્યાના કારણે સ્ટેક હોલ્ડર્સને 2 સિમ કાર્ડ આપ્યા

Social Share

નવસારી : હેડ ઓફ ઓપરેશન ઇમરજન્સી સર્વિસ ગુજરાત રાજ્યના વડા સતીશ પટેલે ડાંગ જિલ્લા આરોગ્યકર્મીઓની મુલાકાત કરી સુચારુ માર્ગદર્શન પુરુ પાડ્યુ હતુ. ડાંગ જિલ્લામા કુલ 108 ઇમરજન્સી વાનની સેવાઓ, જયારે 4 ખીલખિલાટ વાહન સેવાઓ જિલ્લામા કાર્યરત છે, જિલ્લાના દુર્ગમ પહાડી વિસ્તારમા નેટવર્ક જેવી સમસ્યાઓ હોવાના કારણે તેમણે સ્ટેક હોલ્ડર્સને 2 સિમ કાર્ડ પણ આપ્યા છે.

નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાની મુલાકાતે આવેલ સતીશ પટેલે ત્રીજા દિવસે આહવા સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્ય કર્મીઓની મુલાકાત કરી હતી. આ પ્રંસગે તેમણે જણાવ્યુ હતુ કે, 24×7 ઇમરજન્સી સેવાઓ માટે કાર્યરત આરોગ્ય કર્મીઓનો જુસ્સો વધારવા માટે તેઓ દરેક વિસ્તારમા જઈ મુલાકાત કરશે તેમજ વધુ સારી રીતના સેવાઓ થઈ શકે તે માટે સૂચનો પણ કરશે.

ડાંગ જિલ્લાના દુર્ગમ પહાડી વિસ્તારમા નેટવર્ક જેવી સમસ્યાઓ હોવાના કારણે તેમણે સ્ટેક હોલ્ડર્સને 2 સિમ કાર્ડ પણ આપ્યા છે જેથી નેટવર્ક સમસ્યાને ટાળી શકાય. વધુમા તેઓએ ઇમરજન્સી વખતે 108 સેવાઓનો ઉપયોગ કરવા માટે લોકોને અનુરોધ કર્યો હતો. ડાંગ જિલ્લામા કુલ 108 ઇમરજન્સી વાનની સેવાઓ, જયારે 4 ખીલખિલાટ વાહન સેવાઓ જિલ્લામા કાર્યરત છે.

108 ની ટીમ કોઈપણ આપાત્કાલિન પરિસ્થિતિમાં સર્વોત્તમ કામગીરી કરતી આવી છે અને વાવાઝોડાની પરિસ્થિતિમાં પણ 108 સેવાનું ઉત્તમ પ્રદાન રહ્યું છે. આજે રાજ્યમાં વટવૃક્ષ બનીને 800 થી વધારે એમ્બ્યુલન્સ સેવા લોકોની સેવામાં સમર્પિત છે. જે રોજ 3000 થી વધારે દર્દીઓને સમયસર હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે. જે અનેક લોકોને નવજીવન આપે છે. જે શહેરી વિસ્તારોમાં 11 મિનિટમાં અને ગ્રામીણ વિસ્તારોમાં 20 મિનિટમાં પ્રતિસાદ આપે છે.