1. Home
  2. Tag "dang"

દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ, ડાંગના સુબીરમાં ચાર ઈંચથી વધુ વરસાદ

અમદાવાદઃ રાજ્યમાં લાંબા વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે દરમિયાન દક્ષિણ ગુજરાતમાં મેધરાજા મનમુકીને વરસી રહ્યાં છે. દરમિયાન 24 કલાકમાં 148 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. રાજ્યના 60 તાલુકામાં એકથી ચાર ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. સુરત, ડાંગ, વલસાડ અને નવસારી તથા ગાંધીનગરમાં વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં લંબા સમય બાદ મેઘરાજાની મહેર થતા ખેડૂતોમાં […]

દક્ષિણ ગુજરાતમાં વરસાદનો માહોલ, ડાંગ અને સુરતમાં ધોધમાર વરસાદ

અમદાવાદઃ દક્ષિણ ગુજરાતમાં લાંબા વિરામ બાદ વરસાદી માહોલ જામ્યો છે અને સવારથી જ ડાંગ સહિત દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. ડાંગના વઘઈમાં પોણા છ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત સુરતના માંગરોળમાં ચાર કલાકના સમયગાળામાં બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાતા ખેડૂતોમાં પણ ખુશી ફેલાઈ છે. […]

ડાંગનો ગીરા ધોધ સોળે કળાએ ખીલ્યો,પ્રકૃતિ પ્રેમીઓની પહેલી પસંદ છે ગીરા ધોધ

સુરત: ભારતના દિલ તરીકે ઓળખાતા મધ્યપ્રદેશના ભેડાઘાટ (જબલપુર) સ્થિત ‘ધુંઆધાર વોટરફોલ’ ની યાદ અપાવતો, અને ડાંગના નાયગ્રા તરીકે ઓળખાતો આંબાપાડા (વઘઇ)નો ગીરાધોધ, ખાસ કરીને ચોમાસામા ડાંગ અને સાપુતારાના પ્રવાસીઓની પહેલી પસંદ છે. સાપુતારાની સહ્યાદ્રિ પર્વતમાળામાંથી નીકળી અરબ સાગર સુધી પહોંચતી અંબિકા નદી, અહીં ત્રણસો ફૂટના વિશાળ પટમા, શાંત અને ધીર ગંભીર સ્વરૂપે વહે છે. જે […]

રાજ્યનો સંપુર્ણ રસાયણ મુક્ત ખેતી કરતો પ્રથમ જિલ્લો બન્યો ડાંગ

અમદાવાદઃ ગુજરાત રાજ્યના છેવાડે આવેલ વન પ્રદેશ ડાંગ જિલ્લાના રાજ્ય સરકાર દ્વારા પ્રથમ પ્રાકૃતિક જિલ્લા તરીકે જાહેર કરવામા આવ્યો છે. પ્રાકૃતિક જિલ્લા ડાંગના ખેડુતો ભાવિ પેઢીને શુદ્ધ હવા, પાણી, જમીન, અને આબોહવા આપવા સાથે સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલી આપવાની સાથે પ્રાકૃતિક ખેતી કરવાનુ આહ્વાન રાજયપાલએ કરેલ છે. કુદરતી સંપદાઓથી ભરપુર ડાંગ જિલ્લામા ચોમાસા દર્મિયાન રળીયામણા પહાડો અને […]

શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજે ડાંગમાં આદિવાસી પરિવારના ઘરે પધરામણી કરી

અમદાવાદઃ શારદાપીઠ દ્વારકાના પૂ. પૂ શંકરાચાર્ય પૂજ્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજે દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લાના વિવિધ ગામોમાં 7મી જૂનથી 9મી જૂન સુધી પ્રવાસ કર્યો હતો. આ શુભ અવસરે આદિવાસી પરંપરા મુજબ તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. દરેક ગામમાં પૂ શંકરાચાર્ય પૂજ્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજીના સત્સંગ પ્રવચનનું આયોજન થયું હતું. પૂ. શંકરાચાર્યજીએ ગામના […]

ડાંગના વધઉ-સાપુતારા ધોરી માર્ગ ઉપર રોલર ક્રશ બેરીયરને પગલે અકસ્માતના બનાવો ઘટ્યાં

અમદાવાદઃ ગુજરાત રાજ્યના ગિરિમથક સાપુતારાને જોડતો વઘઇ-સાપુતારા રોડ અગત્યનો રાજ્યધોરી માર્ગ છે. આ રોડ પર્વતીય વિસ્તારમાંથી પસાર થતો હોવાથી ઘણી જગ્યાએ ઉંડી ખીણ તેમજ ભયજનક વંળાક વિસ્તાર આવે છે. આ રસ્તા ઉપર અકસ્માત નિવારવા માટે મુખ્યમંત્રી તેમજ માર્ગ મકાન મંત્રી દ્વારા રસ્તાના કુલ 11 ભયજનક વળાંકોમા પાઇલોટ પ્રોજેક્ટ તરીકે રોલર ક્રશ બેરીયરનો ઉપયોગ કરવામા આવ્યો […]

108 સેવા: દુર્ગમ પહાડી વિસ્તારમા નેટવર્ક સમસ્યાના કારણે સ્ટેક હોલ્ડર્સને 2 સિમ કાર્ડ આપ્યા

નવસારી : હેડ ઓફ ઓપરેશન ઇમરજન્સી સર્વિસ ગુજરાત રાજ્યના વડા સતીશ પટેલે ડાંગ જિલ્લા આરોગ્યકર્મીઓની મુલાકાત કરી સુચારુ માર્ગદર્શન પુરુ પાડ્યુ હતુ. ડાંગ જિલ્લામા કુલ 108 ઇમરજન્સી વાનની સેવાઓ, જયારે 4 ખીલખિલાટ વાહન સેવાઓ જિલ્લામા કાર્યરત છે, જિલ્લાના દુર્ગમ પહાડી વિસ્તારમા નેટવર્ક જેવી સમસ્યાઓ હોવાના કારણે તેમણે સ્ટેક હોલ્ડર્સને 2 સિમ કાર્ડ પણ આપ્યા છે. […]

શિયાળામાં ફરવા માટે કુદરતના ખોળે આવેલા છે આ સુંદર સ્થળો વિશે જાણો

સાહીન મુલતાની- ગુજરાતીઓની વાત આવે એટલે એક વાત તો ચોક્કસ કહી જ શકાય કે,ગુજરાતી એટલે ખાવાના અને ફરવાના ખુબ જ શોખીન,એક બે દિવસ કામ-ઘંઘામાંથી જો રજા મળી જાય એટલે આપણે ગુજરાતીઓ ઉપડી જ જઈએ,આજુ-બાજુ આવેલા પીકનિક સ્પોટ પર કે પછી કોઈ ઘાર્મિક સ્થળ પર અને ઉનાળાની સીઝન હોય તો નદી કે દરિયાના કાંઠે લટાર મારવાનું […]

ડાંગમાં સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપ રીસર્ચ એન્ડ ઇનોવેશન ફેસ્ટિવલનું આયોજન

અમદાવાદઃ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, આહવા ડાંગ ખાતે “સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપ રીસર્ચ એન્ડ ઇનોવેશન ફેસ્ટિવલ”નું આયોજન ડાંગ જીલ્લા શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિલમબેનના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું. “સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપ રીસર્ચ એન્ડ ઇનોવેશન ફેસ્ટિવલ”મા વિદ્યાર્થીઓ પોતાનુ સ્ટાર્ટ-અપ શરુ કરી પોતે નોકરીદાતા બને એ અંગે માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યાં હતા. વિદ્યાર્થીઓ સ્ટાર્ટ-અપ […]

ડાંગઃ રાજ્યના સૌથી મોટા વઘઈ વનસ્પતિ ઉધાનમાં 3000 જેટલાં વિશિષ્ટ હરબેરિયમ શીટનો સંગ્રહ

અમદાવાદઃ ગુજરત રાજ્યના ડાંગ જિલ્લામા વઘઇ નજીક રાજ્યનો સૌથી મોટો વનસ્પતિ ઉધાન આવેલ છે. વનસ્પતિ અભ્યાસુઓ તેમજ પ્રવાસીઓ અહીં મોટી સંખ્યામા મુલાકાત માટે આવે છે. જુદી- જુદી વનસ્પતિની જાતો ધરાવનાર આ ઉધાનમા અલગ- અલગ જંગલ વિસ્તાર નિર્ધારીત કરવામા આવ્યા છે. અહીં 3000 જેટલાં વિશિષ્ટ હરબેરિયમ શીટનો સંગ્રહ કરવામા આવેલ છે. વધઇ વનસ્પતિ ઉધાનની સ્થાપના 1 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code