Homeગુજરાતીગુજરાતસૌરાષ્ટ્ર કચ્છના દરિયાઈ પટ્ટી વિસ્તાર અને ડાંગના વાતાવરણમાં આવ્યો પલટો

સૌરાષ્ટ્ર કચ્છના દરિયાઈ પટ્ટી વિસ્તાર અને ડાંગના વાતાવરણમાં આવ્યો પલટો

અમદાવાદઃ અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને કાળઝાળ ગરમીને પગલે પ્રજા પણ ત્રાહીમામ પોકારી ઉઠી છે. દરમિયાન આજે શનિવારે સૌરાષ્ટ્ર-કચ્છ અને ડાંગના કેટલાક વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવતા લોકો ગરમીમાં રાહત અનુભવી હતી.

સમગ્ર ગુજરાતમાં હાલ લોકો કાળઝાળ ગરમીથી હેરાન થઈ રહ્યા છે, ત્યાં દક્ષિણ ગુજરાતના ડાંગના વાતાવરણમાં આજે પલટો જોવા મળી રહ્યો છે. ગુજરાતના ગિરિમથક સાપુતારામાં ગાઢ ધુમ્મસ અને આકાશમાં કાળા ડિબાંગ વાદળોને કારણે વરસાદી માહોલ બન્યો છે. વાદળછાયા વાતાવરણને કારણે સાપુતારા સહિત તળેટી વિસ્તારના વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, બદલાયેલા વાતાવરણને કારણે સાપુતારામાં આવેલા પ્રવાસીઓમાં આનંદ પ્રસરી ગયો હતો.

સૌરાષ્ટ્ર કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી સખત ગરમી પડી રહી છે, ત્યારે આજે વહેલી સવારથી સૌરાષ્ટ્ર કચ્છના દરિયામાં કરન્ટ જોવા મળતા દરિયાઈ પટ્ટી વિસ્તારના વાતાવરણમાં પલટા વચ્ચે શીતળ પવન જોવા ફુકાતા લોકોએ રાહત અનુભવી છે. નવલખી સહિત સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છનાં દરિયામાં કરન્ટને કારણે મોજા ઉછળતા વાતાવરણમાં બદલાવ જોવા મળ્યો છે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img