HomeDharma-ધર્મરાજ્યમાં ગુજરાત ભાજપા મેડિકલ સેલ દ્વારા ભગવાન શ્રી ધન્વંતરીના પૂજન-અર્ચનના કાર્યક્રમો યોજાશે

રાજ્યમાં ગુજરાત ભાજપા મેડિકલ સેલ દ્વારા ભગવાન શ્રી ધન્વંતરીના પૂજન-અર્ચનના કાર્યક્રમો યોજાશે

ગાંધીનગર, 5 ઑક્ટોબર, 2026 – Lord Shri Dhanvantari વિશ્વ આયુર્વેદ દિવસ નિમિત્તે તબીબી જગતના અગ્રણીઓ, આયુષ તબીબો અને સામાજિક આગેવાનોની ઉપસ્થિતિમાં આરોગ્ય અને ભારતીય ચિકિત્સા પરંપરાને બિરદાવશે. ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના તબીબી (મેડિકલ) સેલ દ્વારા ધનતેરસના પાવન અવસર અને વિશ્વ આયુર્વેદ દિવસ નિમિત્તે આવતીકાલે તા. ૦૬ નવેમ્બર, ૨૦૨૬, શુક્રવારના રોજ ગુજરાતના તમામ જિલ્લાઓ અને મહાનગરોમાં ભગવાન શ્રી ધન્વંતરી પૂજન-અર્ચનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

આ અંગે માહિતી આપતા ગુજરાત ભાજપાના પ્રદેશ મેડિકલ સેલના સંયોજક ડૉ. ધર્મેન્દ્રભાઈ ગજ્જરે જણાવ્યું કે, ભારતીય સંસ્કૃતિમાં ભગવાન શ્રી ધન્વંતરીને આયુર્વેદના અધિષ્ઠાતા દેવ તરીકે પૂજવામાં આવે છે ત્યારે આરોગ્ય, સુખાકારી અને દીર્ઘાયુષ્યના પ્રતીક એવા ભગવાન શ્રી ધન્વંતરીના પ્રાગટ્ય દિવસ નિમિત્તે આયોજિત આ કાર્યક્રમો દ્વારા ભારતીય આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિની સમૃદ્ધ પરંપરા અને તેના મહત્ત્વને ઉજાગર કરવામાં આવશે.

આ પણ વાંચોઃ ISROના ડૉ. દેવદાસ મેનન સતત બીજા વર્ષે વિશ્વના ટોચના 2% વિજ્ઞાનીઓની યાદીમાં સામેલ

આ કાર્યક્રમો અંતર્ગત આવતીકાલે બપોરે ૦૩:૦૦ થી ૦૫:૦૦ કલાક દરમિયાન જિલ્લા અને મહાનગર સ્તરે નિર્ધારિત સ્થળોએ ભગવાન શ્રી ધન્વંતરીના ફોટો અથવા મૂર્તિની સ્થાપના કરી શાસ્ત્રોક્ત વિધિપૂર્વક પૂજન-અર્ચન કરવામાં આવશે. આ પ્રસંગે ભગવાન શ્રી ધન્વંતરીને પુષ્પહાર અર્પણ કરી આરતી અને પ્રસાદ વિતરણ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે.

આ કાર્યક્રમોમાં નામાંકિત તબીબો, પેરા મેડિકલ સ્ટાફ, કન્સલ્ટન્ટ, આયુષ તબીબો, હોમિયોપેથી તબીબો, સામાજિક આગેવાનો, ભારતીય સંસ્કૃતિના જતન માટે કાર્યરત મહાનુભાવો, સંગઠનના હોદ્દેદારો તેમજ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે. ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના તબીબી (મેડિકલ) સેલ દ્વારા આયોજિત આ કાર્યક્રમોનો મુખ્ય ઉદ્દેશ ભારતીય આરોગ્ય પરંપરા, આયુર્વેદના મહત્ત્વ અને ભગવાન શ્રી ધન્વંતરી પ્રત્યેની શ્રદ્ધાને જનમાનસ સુધી પહોંચાડવાનો છે.

♦ રિવોઈમાં પ્રકાશિત થતા વિશેષ લેખ તેમજ સમાચારો વિશે તમારો અભિપ્રાય જરૂર આપો – ઈમેલઃ [email protected] ♦
સંબંધિત લેખો
- Advertisment -

Most Popular