HomerevoinewsJITO મહિલા પાંખ અને મહિલા ઉદ્યોગસાહસિકો સાથે SIR અંગે જગદીશભાઈ વિશ્વકર્માનો સંવાદ

JITO મહિલા પાંખ અને મહિલા ઉદ્યોગસાહસિકો સાથે SIR અંગે જગદીશભાઈ વિશ્વકર્માનો સંવાદ

અમદાવાદ, 5 ઑક્ટોબર, 2026 – JITO Women’s Wing and women entrepreneurs મતદારયાદીનું શુદ્ધિકરણ, ચોકસાઈ અને પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવેલી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા અંગે વિપક્ષ દ્વારા કરવામાં આવતા પાયાવિહોણા આક્ષેપો અને ભ્રામક પ્રચારનો તથ્યો સાથે જવાબ આપવા ભાજપા દ્વારા ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો’ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

આ અભિયાન અંતર્ગત આજે ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ અમદાવાદ ખાતે JITO મહિલા પાંખના સભ્યો તથા સંસ્થા સાથે સંકળાયેલી મહિલા ઉદ્યોગસાહસિકો સાથે મુલાકાત કરી ચુંટણી પંચની SIR પ્રક્રિયા અંગે સંવાદ કર્યો હતો. આ સંવાદ કાર્યક્રમમાં SIR શા માટે જરૂરી છે, મતદારયાદીની શુદ્ધતા અને વિશ્વસનીયતા જાળવવામાં SIR ની ભૂમિકા તેમજ આ SIR અંગે ફેલાવવામાં આવતી ગેરસમજણોથી કેવી રીતે દૂર રહેવું તે સહિતના મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

Jagdishbhai Vishwakarma’s interaction with the JITO Women’s Wing and women entrepreneurs regarding SIR.
Jagdishbhai Vishwakarma’s interaction with the JITO Women’s Wing and women entrepreneurs regarding SIR.

આ પણ વાંચોઃ રાજ્યમાં ગુજરાત ભાજપા મેડિકલ સેલ દ્વારા ભગવાન શ્રી ધન્વંતરીના પૂજન-અર્ચનના કાર્યક્રમો યોજાશે

શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ SIR પ્રક્રિયા પાછળના હેતુ અને તેની લોકતાંત્રિક આવશ્યકતા અંગે સૌને માહિતગાર કર્યા હતા. સાથે જ સમાજના પ્રબુદ્ધ નાગરિકો અને વિવિધ ક્ષેત્રના અગ્રણીઓને SIR અંગેની સાચી માહિતી જન જન સુધી પહોંચાડવા સક્રિય ભૂમિકા ભજવવા વિનમ્ર અપીલ કરી હતી.

સંવાદ દરમિયાન ઉપસ્થિત JITO મહિલા પાંખના સભ્યો અને મહિલા ઉદ્યોગસાહસિકોએ SIR પ્રક્રિયા અંગે પોતાના વિચારો અને અભિપ્રાયો રજૂ કર્યા હતા. લોકશાહીની મજબૂતી માટે શુદ્ધ મતદારયાદી અને દરેક પાત્ર નાગરિકનો મતાધિકાર સુરક્ષિત રહે તે અનિવાર્ય હોવા અંગે સૌએ સહમતિ દર્શાવી હતી.

‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો’ અભિયાન અંતર્ગત ભાજપા દ્વારા સમાજના વિવિધ વર્ગો અને વિશિષ્ટ નાગરિકો સાથે સંવાદ સાધીને SIR અંગેની હકીકતો લોકો સમક્ષ મૂકવા અને વિપક્ષના ભ્રામક પ્રચારનો જવાબ આપવા જનજાગૃતિની કામગીરીને વધુ વેગ આપવામાં આવી રહ્યો છે. આજના આ સંવાદ કાર્યક્રમમાં અમદાવાદ શહેર ભાજપા અધ્યક્ષ શ્રી પ્રેરકભાઈ શાહ, ડે. મેયર અંજુબેન શાહ, અ. મ્યુ. કો.ના રોડ અને બિલ્ડીંગ સમિતિના ચેરમેન શ્રી જૈનિકભાઈ વકીલ તથા JITO મહિલા વિંગના પદાધિકારીઓ સહિત મહિલા ઉધોગસાહસિકો ઉપસ્થિત રહ્યાં હતાં.

♦ રિવોઈમાં પ્રકાશિત થતા વિશેષ લેખ તેમજ સમાચારો વિશે તમારો અભિપ્રાય જરૂર આપો – ઈમેલઃ [email protected] ♦
સંબંધિત લેખો
- Advertisment -

Most Popular