Homerevoinewsદિવાળીના દિવસે મેટ્રો ટ્રેનના સમયમાં ફેરફાર, જાણો રૂટ અને સમય

દિવાળીના દિવસે મેટ્રો ટ્રેનના સમયમાં ફેરફાર, જાણો રૂટ અને સમય

અમદાવાદ, 6 ઑક્ટોબર, 2026 – Changes to Metro train timings on Diwali હાલમાં, મેટ્રો ટ્રેન સેવાઓ અમદાવાદમાં સવારે ૬:૨૦ કલાકથી રાત્રિના ૧૧:૦૦ વાગ્યા સુધી અને ગાંધીનગરમાં સવારે ૬:૨૦ કલાકથી રાત્રિના ૯:૦૦ વાગ્યા સુધી કાર્યરત છે.

દિવાળીના તહેવારની ઉજવણીના અવસરે, જાહેરમાં ફટાકડા ફોડવામાં આવતા હોવાથી મુસાફરોની સલામતી અને સુરક્ષા તેમજ મેટ્રો રેલની સંચાલન સુરક્ષાને અસર થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને, તથા અન્ય મેટ્રો રેલ દ્વારા પણ અનુસરવામાં આવતી પ્રથાને અનુલક્ષીને, માત્ર દિવાળીના દિવસે તા. ૮.૧૧.૨૦૨૬ના રોજ મેટ્રો ટ્રેન સેવાઓનો સમય સવારે ૬:૨૦ કલાકથી સાંજે ૭:૦૦ વાગ્યા સુધી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

દિવાળીના દિવસે તા. ૮.૧૧.૨૦૨૬ ના રોજ છેલ્લી ટ્રેનના પ્રસ્થાનનો સમય દરેક ટર્મિનલ સ્ટેશનથી જેમ કે, અમદાવાદ કોરિડોરમાં કોટેશ્વર રોડ, એપીએમસી, વસ્ત્રાલ ગામ અને થલતેજ ગામ તથા ગાંધીનગર કોરિડોરમાં મહાત્મા મંદિર અને ગિફ્ટ સિટીથી નીચે મુજબનો રહેશે.

અનુ. ક્રમ કોરિડોર તારીખ  ૮/૧૧/૨૦૨૬ ના રોજ મેટ્રો ટ્રેન સેવાઓનો સમય નોંધ – છેલ્લી ટ્રેનના પ્રસ્થાનનો સમય
૧ વસ્ત્રાલ ગામ-થલતેજ ગામ સવારે ૬:૨૦ થી સાંજે ૭:૦૦ કલાક સુધી સાંજે ૭:૦૦ – વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ

સાંજે ૭:૦૫ – થલતેજ ગામથી વસ્ત્રાલ ગામ

૨ એપીએમસી– કોટેશ્વર રોડ સવારે ૬:૨૦ થી સાંજે ૭:૦૦ કલાક સુધી સાંજે ૭:૦૮ – એપીએમસીથી કોટેશ્વર રોડ

સાંજે ૭:૦૫ – કોટેશ્વર રોડથી એપીએમસી

૩ એપીએમસી– મહાત્મા મંદિર સવારે ૬:૨૦ થી સાંજે ૬:૦૦ કલાક સુધી સાંજે ૫:૩૦ – એપીએમસીથી મહાત્મા મંદિર

સાંજે ૬:૦૮ – મહાત્મા મંદિરથી એપીએમસી

૪ એપીએમસી– ગિફ્ટ સિટી સવારે ૬:૨૦ થી સાંજે ૬:૦૦ કલાક સુધી સાંજે ૫:૧૬ – એપીએમસીથી ગિફ્ટ સિટી

સાંજે ૬:૨૧ – ગિફ્ટ સિટીથી એપીએમસી

♦ રિવોઈમાં પ્રકાશિત થતા વિશેષ લેખ તેમજ સમાચારો વિશે તમારો અભિપ્રાય જરૂર આપો – ઈમેલઃ [email protected] ♦
સંબંધિત લેખો
- Advertisment -

Most Popular