Homeગુજરાતીગુજરાતકેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતમાં કાયદો-વ્યવસ્થાની કરી સર્વગ્રાહી સમીક્ષા

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતમાં કાયદો-વ્યવસ્થાની કરી સર્વગ્રાહી સમીક્ષા

અમદાવાદ, 8 નવેમ્બર, 2026 : Union Home Minister conducts comprehensive review of law and order situation in Gujarat કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે દિવાળી પર્વ પૂર્વે અમદાવાદમાં યોજાયેલ ઉચ્ચ સ્તરીય બેઠકમાં કાયદો વ્યવસ્થા અને નાગરિક સુરક્ષા સ્થિતિની સહિતની સંવેદનશીલ બાબતોની સ ર્વગ્રાહી  સમીક્ષા કરી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં  કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને રાજ્યના ગૃહ વિભાગ તથા વિવિધ સુરક્ષા એજન્સીઓના વરિષ્ઠ અધિકારીઓએ સુરક્ષા વ્યવસ્થા સંબંધિત વિવિધ મુદ્દાઓ વિશે ચર્ચા પરામર્શ કર્યા હતા

કાયદો વ્યવસ્થા, સાયબર ક્રાઇમ, પોલીસ મોર્ડનાઈઝેશન, બોર્ડર અને કોસ્ટલ સિક્યોરિટી, માદક પદાર્થ નિયંત્રણ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ફોરેન્સિક બાબતો, આતંકવાદ નિયંત્રણ, આંતર રાજ્ય સહયોગ, ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ, CAA, વસ્તી ગણતરી, અગ્નિવીર યોજના, જેલ અને સ્પેશિયલ કોર્ટ વિષયક બાબતો અંગે કેન્દ્રીય ગૃહ મંત્રીએ વરિષ્ઠ અધિકારીઓ સાથે ચર્ચા કરીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

રાજ્યમાં કાયદો વ્યવસ્થા સાથે સંકળાયેલી બાબતો અંગે કેન્દ્રીય ગૃહ વિભાગ દ્વારા વિવિધ મુદ્દાઓ,રાજ્યની સ્થિતિ અને કામગીરીની સમીક્ષા અંગે જાણકારી આપી હતી. જેમાં રાજ્યમાં દુષ્કાળની સ્થિતિ, ખેડૂતોના પ્રશ્નો, લવ જેહાદ,  આર્થિક અપરાધ, સીમાવર્તી જિલ્લાઓની સ્થિતિ સંબંધિત બાબતો તથા અતિક્રમણ જેવા મહત્વપુર્ણ વિષયે કેન્દ્રિય ગૃહમંત્રીશ્રીએ રાજ્ય સરકારને જરૂરી સૂચનો અને દિશા નિર્દેશો આપ્યા હતા .

રાજ્યમાં ગેરકાયદેસર બાંગ્લાદેશી લોકોની સ્થિતિ, પોક્સો કેસ, NDPS (નાર્કોટિક્સ ડ્રગ્સ ), ICJS/CCTNS, FIR, આરોપપત્ર, ઈ સાક્ષ્ય એપ્લિકેશન, ઈ-સમન્સના ઇમ્પ્લીમેન્ટેશન બાબતે, મેડિકો લીગલ એક્ઝામિનેશન એન્ડ પોસ્ટ મોર્ટમ રિપોર્ટિંગ સિસ્ટમ (MedLEaPR), મોડલ જેલ અધિનિયમ, મોડલ જેલ મેન્યુઅલ, મોબાઈલ ફોરેન્સિક વેન, વિવિધ વિભાગો અને સંસ્થાઓમાં માનવબળની જરૂરિયાત અને તેને પૂર્ણ કરવાની યોજના સહિત ઇન્વેસ્ટીગેશન ટ્રેકિંગ સિસ્ટમ ફોર સેક્સ્યુઅલ ઓફેન્સિસ (ITSSO) સહિતની બાબતો અંગે પણ વરિષ્ઠ અધિકારીઓએ સ્થિતિ અંગે કેન્દ્રીય ગૃહ મંત્રીને માહિતીગાર કર્યા હતા.

રાજ્યમાં ન્યાયતંત્ર સંબંધિત વિવિધ બાબતો ઇમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમ, ન્યાયાલય સંબંધિત બાબતો, સાંધ્ય અદાલત, તકનિકી પુરાવાઓ પર વધુ ધ્યાન આપીને ઝડપી કાર્યવાહી બાબતે, ન્યાયાલયમાં જરૂરી ભરતીઓ,પબ્લિક પ્રોસિક્યુટર્સ વધારવા, પબ્લિક પ્રોસિક્યુશન સિસ્ટમ મજબૂત કરવા જેવા વિષયો ઉપર પણ ચર્ચા વિચારણા થઇ હતી

રાજ્યમાં સાયબર ક્રાઈમના વિવિધ આયામોના અમલીકરણ, S4C ની સ્થાપના, ૧૯૩૦ હેલ્પલાઇન, સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એનાલિટિકલ રિપોઝિટરી, સાયબર કમાન્ડો, આતંકવાદ નિયંત્રણ, UA(P)A ડેડિકેટેડ સેલ, મોડલ ATS સંરચના, iMOT પોર્ટલ પર નિયમિત ડેટા અપડેશન, NTDFAC, ડિસ્ટ્રીક્ટ પોલીસ મોડ્યુલના ઉપયોગની અધ્યતન સ્થિતિ, વિદેશી નાગરિકોની રોકાણ સમય મર્યાદાના આંકડાઓ અને જિલ્લાઓમાં વિદેશી નાગરિકોના રોકાણની સ્થિતિ, ફોરેનર્સ આઇડેન્ટિફિકેશન પોર્ટલના ઉપયોગમાં રાજ્યની સ્થિતિ, જિલ્લા વાઈઝ નાગરિકતા ડેટા(CAA), પલાયનકારીઓ માટે પ્રત્યાર્પણ સંબંધિત વ્યવસ્થાઓ, PSARA પોર્ટલ અંગે પણ બેઠકમાં રાજયની સ્થિતિની જાણકારી આપવા સાથે અમલીકરણ સંબંધિત બાબતોની પણ કેન્દ્રિય એજન્સીઓ અને રાજ્ય સરકારના ગૃહવિભાગ સહિતના સંબધિત વિભાગોના વરિષ્ઠ અધિકારીઓએ ચર્ચા પરામર્શ કર્યા હતા.

રાજ્યમાં કોસ્ટલ સિક્યોરિટીની સ્થિતિ તથા સીમા સુરક્ષા સંબંધિત સંદિગ્ધ ગતિવિધિઓ, વાઈબ્રન્ટ વિલેજ પ્રોગ્રામની સ્થિતિ, ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં SDRFની સ્થાપના, ક્ષમતા નિર્માણ અને ઉપલબ્ધતા, SDMF(સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ફંડ)ની ઉપલબ્ધતાની સ્થિતિ અને અમલીકરણ, નેશનલ ડિઝાસ્ટર મિટિગેશન ફંડ, અમદાવાદમાં શહેરી પૂર નિવારણની યોજનાઓ અને કાર્યોની સ્થિતિ, રાજ્યમાં શત્રુ સંપત્તિની વર્તમાન સ્થિતિ, આર્મ્સ લાઈસન્સ સહિતની બાબતો અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી તથા વિવિધ બાબતોમાં સુધારા માટે હકારાત્મક ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

કેન્દ્રીય ગૃહ મંત્રાલય સાથે થયેલી અગાઉની બેઠકની ચર્ચા અને અમલીકરણના મુદ્દાઓ અને રાજ્યમાં તેના અમલીકરણની સ્થિતિ અંગે રાજ્યના મુખ્ય સચિવ  મનોજકુમાર દાસે કેન્દ્રીય મંત્રી  સહિત કેન્દ્રીય ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓને અવગત કરાવ્યા હતા. જેમાં સિક્યોરિટી અને બોર્ડર મેનેજમેન્ટ સંબંધિત વિવિધ બાબતો અંગે કરવામાં આવેલ સૂચનો અને તેના પર કરવામાં આવેલી કામગીરીની સ્થિતિ અંગે મુખ્ય સચિવશ્રીએ વિગતવાર જાણકારી પૂરી પાડી હતી.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img